Short News

સુરતના અડાજણમાં બન્યું એરપોર્ટ જેવું બસ સ્ટેશન

સુરતના અડાજણમાં બન્યું એરપોર્ટ જેવું બસ સ્ટેશન

સુરતના અડાજણમાં જીએસઆરટીસી દ્વારા PPP ધોરણે 10.53 કરોડ રૂપિયાના ખર્ચે અત્યાધુનિક બસ સ્ટેશન તૈયાર કરવામાં આવ્યું છે. બસ સ્ટેશનમાં એરપોર્ટ જેવી સુવિધાઓ આપવામાં આવી છે. બસ સ્ટેશનની મોટાભાગની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. આગામી દિવસોમાં તેનું લોકાર્પણ કરવામાં આવશે.
કંગના રાણાવત રાજકારણમાં ઝંપલાવશે

કંગના રાણાવત રાજકારણમાં ઝંપલાવશે

બોલિવૂડમાં પોતાના અભિનયના દમ પર આગવું સ્થાન બનાવનારી કંગના રનોટ હવે રાજકારણમાં ઝંપલાવવા જઈ રહી છે. કંગના હવે રાજકારણ શીખી રહી છે અને તેથી જ ફિલ્મોના સિલેક્શનમાં પણ ખૂબ સતર્કતા વર્તી રહી છે, જેથી ઈમેજ સારી બની શકે. કંગના ગૃહરાજ્ય હિમાચલપ્રદેશથી ચૂંટણી લડી શકે છે.
ભારતમાં ઈન્ટરનેટનો ઉપયોગ કરવામાં પુરુષો મોખરે

ભારતમાં ઈન્ટરનેટનો ઉપયોગ કરવામાં પુરુષો મોખરે

ઇન્ટરનેટ એન્ડ મોબાઇલ એસોશિએશન ઑફ ઇન્ડ્યિયા (IAMAI) અને Kantar IMRB દ્વારા પ્રકાશિત રિપોર્ટ ‘ઇન્ટરનેટ ઇન ઇન્ડિયા 2017'માં જણાવાયું છે કે આજે પણ ઇન્ટરનેટનો ઉપયોગ કરવામાં પુરુષો મોખરે છે. રિપોર્ટ અનુસાર આશરે 18.29 કરોડ લોકો દરરોજ ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. ગ્રામીણ ભારતમાં આ સંખ્યા 9.8 કરોડ છે. 2018 સુધીમાં ઇન્ટરનેટ યુઝર્સની સંખ્યા 50 કરોડનૌ આંક વટાવી જશે.
ભારતીય ક્રિકેટર કુલદીપ યાદવનું ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ થયુ હેક

ભારતીય ક્રિકેટર કુલદીપ યાદવનું ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ થયુ હેક

ભારતીય ક્રિકેટર કુલદીપ યાદવનું કોઈ અજાણ્યા શખ્સે ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ હેક કરી વાંધાજનક ફોટાઓ અપલોડ કરી દીધા હતાં. જેના લીધે કુલદીપ મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો, પરંતુ તેને જાણ થતા ટ્વિટ કરી કહ્યુ હતું કે, હુ વાંધાજનક પોસ્ટ માટે માફી માંગુ છું, પણ કોઈ અજાણ્યા શખ્સે મારુ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક કરી લીધુ હતું.