Short News

AMCના આ Gymમાં મમ્મીઓ એક્સર્સાઈઝ કરશે, બાળકો ‘કિડ્સ કોર્નર’માં રમશે

AMCના આ Gymમાં મમ્મીઓ એક્સર્સાઈઝ કરશે, બાળકો ‘કિડ્સ કોર્નર’માં રમશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા નવા પશ્ચિમ ઝોનનાં ઘાટલોડિયા વોર્ડમાં ફક્ત મહિલાઓ માટેના જિમમાં મહિલા સભ્યનાં બાળકો માટે ખાસ‌ કિડ્સ કોર્નર બનાવાયું છે. સમગ્ર ગુજરાતમાં મહિલા જિમમાં બાળકો માટે કિડ્સ કોર્નરની વ્યવસ્થા પ્રથમવાર મ્યુનિસિપલ તંત્ર દ્વારા ઊભી કરાઇ છે. જિમમાં 300 મહિલા સભ્ય નોંધાઇ છે. 2500 સ્કવેર ફૂટમાં ફેલાયેલું જિમ લોકપ્રિય છે.
PM મોદી સોમવારથી જશે રશિયા યાત્રા પર

PM મોદી સોમવારથી જશે રશિયા યાત્રા પર

PM નરેન્દ્ર મોદી સોમવારે રશિયાની યાત્રા પર જઈ રહ્યા છે. આ તેમની રશિયાની આ પહેલી યાત્રા નથી પણ આ યાત્રા બાકી યાત્રાઓથી અલગ રહેશે એવો દાવો કરવામાં આવ્યો છે. રશિયામાં ભારતના રાજદૂત પકંજ સારને જણાવ્યું કે, ફરી રાષ્ટ્રપતિ પસંદ કરાયાના 2 અઠવાડિયાની અંદર વ્લાદિમીર પુતિને વડાપ્રધાન મોદીને આમંત્રણ આપ્યું હતું.
ગુજરાતમાં 'કોંગ્રેસ આપના દ્વારે' અભિયાનનો પ્રારંભ

ગુજરાતમાં 'કોંગ્રેસ આપના દ્વારે' અભિયાનનો પ્રારંભ

ગુજરાતમાં કોંગ્રેસ હવે સંગઠનને મજબૂત કરવા માટે નવા નવા અભિયાનોની શરૂઆત કરી રહ્યું છે. કોંગ્રેસે 'કોંગ્રેસ આપના દ્વારે' ના નામથી એક અભિયાન શરૂ કર્યું છે. જેમાં તે ઘરે ઘરે જઈને લોકોનો સંપર્ક કરશે. અભિયાનમાં પ્રદેશ પ્રમુખ, પૂર્વ પ્રમુખ, નેતા વિપક્ષ અને ધારાસભ્યો પણ જોડાશે. મહત્વનું છે કે કોંગ્રેસ આ કાર્યક્રમને 48 વોર્ડમાં યોજાશે. વોર્ડ ફાળવી દેવામાં આવ્યા છે.
આ છે ભારતની પહેલી પિતા વિનાની બાળકી

આ છે ભારતની પહેલી પિતા વિનાની બાળકી

તવિશી પેરારા કદાચ ભારતની પહેલી ‘પિતા વિનાની દીકરી' તરીકે ઓળખાશે. મદ્રાસ હાઈકોર્ટે પ્રશાસનને બર્થ સર્ટિફિકેટમાં પિતાના નામની કોલમ ખાલી રાખવાનો આદેશ આપતા તવિશીના સર્ટિમાં પિતાના નામનો ઉલ્લેખ નહીં હોય. તવિશીની માતા માટે આ ચુકાદા સુધી પહોંચવું સરળ નહોતુ. દીકરીને પિતાના નામ વિનાનું બર્થ સર્ટિફિકેટ અપાવવા માટે મધુમિતા રમેશે બે વાર અદાલતમાં દાવો માંડવો પડ્યો હતો.