Short News

એપ્રિલ 16, 2018 : ગુજરાતના ગાંધીનગરમાં પેટ્રોલનો લેટેસ્ટ ભાવ

એપ્રિલ 16, 2018 : ગુજરાતના ગાંધીનગરમાં પેટ્રોલનો લેટેસ્ટ ભાવ

આજે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં પેટ્રોલની કિંમત થોડી વધી છે. પેટ્રોલની કિંમત પ્રતિલીટર 0.04 પૈસાના વધારા સાથે રૂપિયા 73.34 રહી છે. ગઇ કાલે 15 એપ્રિલ, 2018ના રોજ પેટ્રોલની કિંમત 0.05 પૈસા વધીને 73.30 રૂપિયા રહી હતી. પેટ્રોલનો રોજેરોજનો અપડેટેડ ભાવ જાણવા જોતા રહો આ જગ્યા.
આ ગામના લોકો દિવસે પણ બહાર નિકળતા ડરે છે, જાણો શું છે રહસ્ય

આ ગામના લોકો દિવસે પણ બહાર નિકળતા ડરે છે, જાણો શું છે રહસ્ય

આપને જાણીને નવાઈ લાગશે કે, બ્રાઝિલના સાઓ પાઉલોના અરારસ ગામના લોકો દિવસે પણ ઘરની બાહર નિકળતા ડરે છે. આ ડરનું કારણ કોઈ ભૂત કે આત્મા નહિ પરંતુ સૂર્યના કિરણો છે. કેમ કે આ ગામના મોટા ભાગના લોકો એક્સપી નામની જેનેટિક ડિસઓર્ડરનો શિકાર છે. જેને લીધે તડકામાં બહાર નિકળવું આ લોકો માટે કોઈ સજાથી ઓછુ નથી. સૂર્યના કિરણો તેના શરીરને બાળી દે છે.
દેવભૂમિ દ્વારકાઃ નરાધમે 3 વર્ષની બાળકીને પીંખી નાખી

દેવભૂમિ દ્વારકાઃ નરાધમે 3 વર્ષની બાળકીને પીંખી નાખી

દ્વારકા તાલુકાના કુરૂંગા નજીક આવેલા આરએસપીએલ કેમ્પની અંદર આવેલી મજૂર કોલોનીમાં સોમવારે બપોરે મજૂર મહિલા 20 મિનિટ માટે 3 વર્ષની બાળકીને મૂકીને શૌચક્રિયા માટે ગઈ હતી. દરમિયાન કોઈ અજાણ્યા નરાધમે બાળકીની એકલતાનો લાભ લઈ બાળકીને પંખી નાખી હતી. બાળકીને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખેસેડવામાં આવી હતી.
અબજો વર્ષ પહેલા મંગળ પર હતુ પાણી, અમેરિકન વૈજ્ઞાનિકોનો દાવો

અબજો વર્ષ પહેલા મંગળ પર હતુ પાણી, અમેરિકન વૈજ્ઞાનિકોનો દાવો

અમેરિકન વૈજ્ઞાનિકોએ મંગળ ગ્રહની સપાટી પર લાંબી તિરાડોનો અભ્યાસ કરવા માટે અમેરિકન સ્પેસ એજન્સી નાસાના ક્યુરિયોસિટી રોવર દ્વારા 2017ની શરૂઆતમાં આવી હતી. તિરાડોના અભ્યાસ બાદ અમેરિકન વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે મંગળનાં તમામ તળાવો આશરે 3.5 અબજ વર્ષો પહેલા સુકાઇ ગયા હતા. ત્યારે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે હજુ ઘણી માહિતીઓ પ્રાપ્ત થવાની બાકી છે.