Short News

ભાજપના જ સરપંચે કરી સરકારની ટીકા

ભાજપના જ સરપંચે કરી સરકારની ટીકા

ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી જીતનારા 80 ટકા સરપંચો ભાજપ સમર્થિત હોવાનો દાવો ભાજપે કર્યો છે. આજે કમલમ ખાતે ભાજપે સરપંચ અભિવાદન સમારોહ રાખ્યો હતો. જુનાગઢ જિલ્લાના માળીયા તાલુકાના પિખોર ગામના સરપંચ દીપક સોંદરાએ સરકાર પર સરપંચોને માત્ર શોભાના ગાંઠિયા તરીકે ઉપયોગ કરતી હોવાનો આક્ષેપ લગાવ્યોહતો.
આ દેશના બજેટમાં નાગરિકોને અપાશે 15,000 રૂ.નું બોનસ

આ દેશના બજેટમાં નાગરિકોને અપાશે 15,000 રૂ.નું બોનસ

સિંગાપુરની સરકારે પોતાના નાગરિકોને અનોખી ભેટ આપવાની જાહેરાત કરી છે, જેમાં સિંગાપુરના નાણાપ્રધાને 2017ના બજેટમાં આશરે 10 મિલિયન સિંગાપુર ડોલરના સરપ્લસની જાણકારી આપવામાં આવી છે, જેને ધ્યાને લઈ સિંગાપુરના 21 વર્ષ અને તેનાથી વધારે ઉંમરના તમામ નાગરિકોને આશરે 15000 રૂ. આપવામાં આવશે.
ગુજરાતનું રક્ષા કવચ બનશે મજબૂતઃ પોલીસમાં 5635 ભરતીઓ

ગુજરાતનું રક્ષા કવચ બનશે મજબૂતઃ પોલીસમાં 5635 ભરતીઓ

ગુજરાત સરકારે બજેટમાં પોલીસ દળમાં ૫૬૩૫ નવી ભરતીઓ કરવાની જાહેરાત કરી છે. એ ઉપરાંત ટ્રાફિક બ્રિગેડમાં ૪૦૦૦ સ્વયંસેવકોની ભરતી કરાશે. તેમાં ૩૩ ટકા મહિલાઓનો સમાવેશ કરવામાં આવશે. જેનાથી ટ્રાફિક બ્રિગેડના જવાનોની સંખ્યા ૬૦૦૦થી વધીને ૧૦,૦૦૦ થશે. બ્રિગેડના સ્વયં સેવકોને ૨૦૦ રૂપિયા લેખે દૈનિક માનદ વેતન મળે છે તે વધારીને રૂ ૩૦૦ કરવામાં આવ્યું છે.
ગુજરાતના આ મંદિરમાં થાય છે મુસ્લિમ મહિલાની પૂજા

ગુજરાતના આ મંદિરમાં થાય છે મુસ્લિમ મહિલાની પૂજા

આજે અમે તમને એક એવા મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છે જેમાં મુસ્લિમ મહિલાની પૂજા કરવામાં આવી રહી છે. આ મંદિર ગુજરાતમાં અમદાવાદ થી લગભગ 40 કિલોમીટર દૂર ઝુલાસન નામના ગામમાં આવેલું છે. અહીં હિન્દૂ ભક્તો વર્ષોથી તેમની પૂજા કરતા આવ્યા છે અને આજે પણ નવરાત્રીના સમયે ખુબ જ ભીડ જોવા મળે છે.