Short News

સુરતમાં બોયફ્રેન્ડે 1 લાખમાં વેચી ગર્લફ્રેન્ડ, પરાણે કરાવ્યાં લગ્ન

સુરતમાં બોયફ્રેન્ડે 1 લાખમાં વેચી ગર્લફ્રેન્ડ, પરાણે કરાવ્યાં લગ્ન

સુરતમાં 21 વર્ષીય છોકરીને વેચી મારવાનો મામલો સામે આવ્યો છે. છોકરીના બોયફ્રેન્ડે તેને 1 લાખમાં વેચી મારી બીજા સાથે જબરદસ્તીથી લગ્ન કરાવી દીધાં હોવાની ફરિયાદ કરવામાં આવી છે. નિશાનું અપહરણ કર્યા બાદ પોતાના મિત્ર જુલિયેશ વસાવા સહિતના કેટલાક લોકો એને સાબરકાંઠા લાવ્યા હતા. જુલિયેશે તેને દગો આપી કલ્પેશ મકવાણા સાથે જબરદસ્તીથી પરણાવી દીધી હતી.
આવું લખાણવાળા સ્ટીકર્સ લગાવેલા ફળો બની શકે છે જીવલેણ

આવું લખાણવાળા સ્ટીકર્સ લગાવેલા ફળો બની શકે છે જીવલેણ

ફ્રુટ ખરીદતા પહેલા તેના પરના સ્ટીકર નંબર વાંચો. બારકોડની ઉપર લખેલો નંબર સામાન્ય રીતે 4 આંકડાનો બનેલો હોય છે. જો આ નંબર 4 અથવા 3 નંબરથી શરુ થતો હોય તો તેનો મતલબ છે કે આ ફ્રૂટના ઉત્પાદન અને પકાવવામાં કેમિકલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જ્યારે જો આ નંબર 9ના આંકથી શરુ થતો હોય તો તે ફળ પૂર્ણરુપે જૈવિક એટલે કે ઓર્ગેનિક છે.
IPLની ક્લોઝિંગ સેરેમનીમાં સલમાન-રણબીર કપૂર આપશે પરફોર્મન્સ

IPLની ક્લોઝિંગ સેરેમનીમાં સલમાન-રણબીર કપૂર આપશે પરફોર્મન્સ

બોલીવૂડ અભિનેતા રણબીર કપૂર ઈન્ડિયન પ્રીમિયર લીગની ફાઈનલ પહેલા બે કલાકનો એક 'પ્રીલ્યૂડ'ની મેજબાની કરશે. આ જશ્નમાં સલમાન ખાન, જેકલીન કર્નાન્ડીઝ, કરીના કપૂર અને સોનમ કપૂર સામેલ થશે. આ સમારોહને 'ક્રિકેટ ફાઈનલ્સ પાર્ટી તો બનતી હૈ' નામ આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમ બાદ આઈપીએલ 2018 ફાઈનલ મેચ રમાશે. આ પ્રસારણ 27મેના દિવસે સ્ટાર ઈન્ડિયા નેટવર્ક પર થશે.
શિંગોડા ડેમ ઉંડો કરવા મામલે ગુજરાત હાઇકોર્ટમાં PIL થઈ

શિંગોડા ડેમ ઉંડો કરવા મામલે ગુજરાત હાઇકોર્ટમાં PIL થઈ

ગુજરાત સરકાર દ્વારા જળસંચય અભિયાન અંતર્ગત ગીર નેશનલ પાર્કમાં આવેલા શિંગોડા ડેમને ઉંડો કરવાની ચાલી રહેલી કામગીરી સામે ગુજરાત હાઇકોર્ટમાં પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન(PIL)-જાહેર હિતની અરજી થઇ છે. રાજકોટનાં પર્યાવરણ પ્રેમી શૈલેન્દ્રસિંહ જાડેજા દ્વારા તેમના વકીલ નંદીશ ઠક્કર મારફતે કરાયેલી જાહેર હિતની અરજી મામલે હાઇકોર્ટ બુધવારે સુનાવણી હાથ ધરે તેવી શક્યતા છે.