Short News

સાવકા ભાઈને 9 વર્ષની બહેન પર દૂષ્કર્મ આચરી કરી હત્યા

સાવકા ભાઈને 9 વર્ષની બહેન પર દૂષ્કર્મ આચરી કરી હત્યા

જામનગરમાં સગીર વયના તરુણે પોતાની 9 વર્ષની સાવકી બેન પર બળાત્કાર કરી તેની હત્યા કરી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી, રિસામણે ગયેલી પત્નીને તેડવા માટે પિતા પુત્રીને લઇ નીકળ્યો હતો. ત્યારે ઘરે એકલા રહેલા ટપોરી ભાઇએ સાવકી બહેનને પોતાની હવસનો શિકાર બનાવી બહેનને મોતને ઘાટ ઉતારી દીધી હતી.
ખેડૂતો માટે ખૂશખબર, આ ઈલેક્ટ્રિક ટ્રેક્ટર આપશે 200કિમીની એવરેજ

ખેડૂતો માટે ખૂશખબર, આ ઈલેક્ટ્રિક ટ્રેક્ટર આપશે 200કિમીની એવરેજ

જે ખેડૂતો ડિઝલના ભાવના હિસાબે ટ્રેક્ટર ખરીદી શકતા નહોતા તેના માટે સારા સમાચાર છે. કેમ કે એક ટ્રેક્ટર આવી રહ્યું છે કે જે 200 કિ.મી.ની એવરેજ આપશે. આ એક ઈલેક્ટ્રિક ટેક્ટર છે. આ ટ્રેક્ટરનું નિર્માણ થાણે બેઝ્ડ એક સ્ટાર્ટઅપ કંપનીએ કર્યુ છે. ટ્રેક્ટરમાં લિથિયમ વેરિએન્ટ બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ટ્રેક્ટર એકવાર ચાર્જ કર્યા બાદ 200 કિ.મી.ની રેન્જ આપી શકે છે.
જાણો : 142 દિવસ વક્રી રહેનારા શનિદેવની કઇ રાશિઓ પર કેવી થશે અસર?

જાણો : 142 દિવસ વક્રી રહેનારા શનિદેવની કઇ રાશિઓ પર કેવી થશે અસર?

ગત 18 એપ્રિલથી શનિ ધન રાશિમાં વક્રી થયો છે. શનિદેવ 142 દિવસ સુધી એટલે કે 6 સપ્ટેમ્બર, 2018 સુધી વક્રી રહેવાના છે. ધન, વૃશ્ચિક, મકર રાશિ પર શનિની વક્ર દશાનો ખાસ પ્રભાવ રહેશે. મિથુન, તુલા, વૃશ્ચિક, કુંભ રાશિને સારું ફળ મળશે. આ સિવાયની રાશિઓ મેષ, વૃષભ, કર્ક, સિંહ, કન્યા, ધન, મકર, મીન રાશિવાળાઓએ સાવચેતી, સંયમ રાખવા. શનિના જાપ કરી શનિવારે તેમના પર તેલ ચઢાવવું.
રાજકોટમાં આ જ શોરૂમના ટાયર પર પેશાબ નથી કરતા કૂતરા!

રાજકોટમાં આ જ શોરૂમના ટાયર પર પેશાબ નથી કરતા કૂતરા!

દુનિયામાં ક્યાંય પણ જાવ, કૂતરાઓની સર્વસામાન્ય આદત હોય છે કે ટાયર જોયું નથી કે પેશાબની પિચકારી મારી. પણ રંગીલા રાજકોટમાં વૈદેભાઇ વાઘના ટાયર શૉરૂમમાં ઘણા કૂતરાં હોવા છતાં ટાયર પર તેઓ પેશાબ નથી કરતા. કૂતરાંઓને પેશાબ કરવો હોય તો તે એક સમજુ પ્રાણીની જેમ શોરૂમની બહાર ચાલ્યાં જાય છે. માત્ર શોરૂમના ટાયર જ નહીં પણ શોરૂમમાં આવતા ગ્રાહકોની કારના ટાયર પણ નથી પલાળતા.