રાજકોટમાં સસ્તા અનાજમાં મૃત ઉંદર નીકળ્યો
ગુજરાત
- 4 days ago
રાજકોના ઘાંચીવાડમાં સસ્તા અનાજની દુકાનમાં કોંગ્રેસે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન અનાજમાંથી મૃત ઉંદરો મળી આવ્યા હતા. આ મૃત ઉંદરો સાથે કોંગ્રેસના મોટી સંખ્યામાં કાર્યકરો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. કલેક્ટર સમક્ષ જ તેમના ટેબલ પર મૃત ઉંદરો અને અનાજનો ઢગલો કર્યો હતો. આથી કલેક્ટર પણ રોષે ભરાયા હતા. મૃત ઉંદરો અને અનાજ સાથે કોંગ્રેસના કાર્યકરોએ હંગામો કર્યો.