Short News

ગુજરાતમાં સીટો ભરવા એન્જિનિયરિંગ કોલેજો વિદ્યાર્થીઓને આપી રહી છે વિવિધ લાલચ

ગુજરાતમાં સીટો ભરવા એન્જિનિયરિંગ કોલેજો વિદ્યાર્થીઓને આપી રહી છે વિવિધ લાલચ

ગુજરાતમાં આવેલી વિવિધ એન્જીનિયરિંગ કોલેજોની 64 ટકા બેઠકો ખાલી રહેતા AICTE તાળા મારે તેવી સ્થિતિ ઉભી થઇ છે. વિદ્યાર્થીઓને આકર્ષવા વિવિધ એન્જીનિયરિંગ કોલેજો કોલરશિપના નામે ફીમાં ઘટાડો, પહેલા સેમેસ્ટરની ફી માફી, ફ્રી લેપટોપ્સ, ટ્રાન્સપોર્ટેશન અને હોસ્ટેલનો અડધો ખર્ચ અને જે બધી ફી પહેલા ભરી દે તેમને ચાર વર્ષના કોર્ષને અંતે ટુ-વ્હીલર ફ્રી આપવાની લાલચ આપી રહી છે.
મોરબી નજીક ટ્રક-કાર એક્સિડન્ટમાં 6 લોકોનાં મોત, ત્રણની હાલત ગંભીર

મોરબી નજીક ટ્રક-કાર એક્સિડન્ટમાં 6 લોકોનાં મોત, ત્રણની હાલત ગંભીર

મોરબી-રાજકોટ હાઈવે પર છતર નજીત સીએનજી ઈકો કાર ટ્રક સાથે અથડાઈ હતી. ત્યારબાદ કારમાં આગ લાગી હતી. રોડ પર પસાર થઈ રહેલા વાહનચાલકોએ વાહનો રોકીને કારની અંદરથી લોકોને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ કાર ચાલક સહિત 6 લોકોના મોત થયા છે. 3 લોકોની હાલત અત્યંત ગંભીર છે. તેમને રાજકોટની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
ખંભાળિયા નજીક કાનાલુ પાસે રેલવે ટ્રેકનું ધોવાણ, ઓખા જતી અનેક ટ્રેનો રદ્દ

ખંભાળિયા નજીક કાનાલુ પાસે રેલવે ટ્રેકનું ધોવાણ, ઓખા જતી અનેક ટ્રેનો રદ્દ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયામાં 10 કલાકમાં 13 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. ખંભાળિયામાં મહાપ્રભુજીની બેઠક વિસ્તારમાં ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ખંભાળિયા નજીક કાનાલુ, પાસે રેલવે ટ્રેક ધોવાઇ ગયો હતો.ટ્રેકનું ધોવાણ થવાને કારણે ઓખા જતી તમામ ટ્રેન રદ્દ કરી દેવામાં આવી છે. ઓખાથી મુંબઈના પેસેન્જરને ખંભાળિયાથી બસ મારફતે જામનગર મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
સ્પા/મસાજ પાર્લરોમાં કામ કરનારા માટે નવો આદેશ

સ્પા/મસાજ પાર્લરોમાં કામ કરનારા માટે નવો આદેશ

સુરત શહેરના રહેણાંક વિસ્તારો તથા ઔદ્યોગિક વિસ્તારોમાં સ્પા/મસાજ પાર્લર ચલાવવાની આડમાં નશીલા કેફી દ્રવ્યોનું સેવન તથા દેહવેપાર ઉપરાંત અન્ય ગેરકાયદેસર કૃત્યો ચલાવાતા અટકાવવા મદદનીશ પોલીસ કમિશનર(વિશેષ શાખા)એ સ્પા/મસાજ પાર્લરોના માલિકોએ/સંચાલકોએ તેમાં કામ કરતા કર્મચારીઓની સંખ્યા સહિતની સંપૂર્ણ વિગતો નજીકના પોલીસ સ્ટેશનમાં જમા કરવાની રહેશે.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more