Short News

અમદાવાદઃ રથયાત્રા દરમિયાન ઈઝરાયલી હિલિયમ બલૂનથી રખાશે નજર

અમદાવાદઃ રથયાત્રા દરમિયાન ઈઝરાયલી હિલિયમ બલૂનથી રખાશે નજર

આવતી કાલે અષાઢી બીજ છે ત્યારે અમદાવાદમાં 141મી રથયાત્રા નીકળવાની છે. જો કે રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનિય ઘટના ન ઘટે તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે. આ ઉપરાત રથયાત્રાની સુરક્ષા માટે હાઈટેક ટેક્નોલોજીની મદદ પણ લેવામાં આવી છે. આ અંતર્ગત પહેલીવાર રથયાત્રામાં ઈઝરાયલી હિલિયમ બલૂનનો ઉપયોગ કરવામાં આવશે.   
અમદાવાદની 16 બેંકોમાંથી નકલી નોટોનો જથ્થો મળતા ચકચાર, તપાસ શરૂ

અમદાવાદની 16 બેંકોમાંથી નકલી નોટોનો જથ્થો મળતા ચકચાર, તપાસ શરૂ

અમદાવાદ એસઓજી દ્વારા શહેરની 16 બેંકોમાંથી હજારો ડુપ્લિકેટ નોટો કબ્જે કરવામાં આવી છે. જેમાંથી જૂની રદ થયેલી ચલણી નોટો અને ડુપ્લિકેટ નોટોનો સમાવેશ થાય છે. બેંક પાસે આ નોટો મળી આવતાં તેમણે એસઓજીને આ અંગે જાણ કરી હતી. આ પ્રકારની ડુપ્લિકેટ નોટો કઇ રીતે બેંકમાં ઘૂસી તે અંગે તપાસ કરવા માંગ કરી હતી. એસઓજીએ ડુપ્લિકેટ ચલણીનોટો અને રદ થયેલી નોટો વિશે તપાસ હાથ ધરી છે.
પૂરગ્રસ્ત ગામની મહિલાઓ મંત્રી બાવળિયા પર વિફરી કહ્યું, મત માંગવા જ આવો છો

પૂરગ્રસ્ત ગામની મહિલાઓ મંત્રી બાવળિયા પર વિફરી કહ્યું, મત માંગવા જ આવો છો

સૌરાષ્ટ્રના ઉના અને ગિરગઢડામાં 50 ઇંચથી વધુ વરસાદ વરસી ગયો છે. ભાજપમાં ભળેલા અને તાત્કાલિક મંત્રી બનેલા કુંવરજી બાવળિયા અસરગ્રસ્તોની વ્હારે પહોંચ્યા હતા. પરંતુ પૂરગ્રસ્તમાં સ્થાનિકોને સરકાર તરફથી કોઇ જ સહાય કે મદદ મળી ન હતી. ઉનાના વાસોજ ગામમાં બાવળિયાને જાકારો આપી એક મહિલાએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, તમે અહી મત માગવા જ આવો છો.
સુરતમાં જયંતિ ભાનુશાલી સામેના દુષ્કર્મના આરોપમાં યુવતી નિવેદન નોંધાવવા પહોંચી

સુરતમાં જયંતિ ભાનુશાલી સામેના દુષ્કર્મના આરોપમાં યુવતી નિવેદન નોંધાવવા પહોંચી

ભાજપાના પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતિ ભાનુશાલી પર દુષ્કર્મનો આક્ષેપ કરતી અરજી કરીને ગુમ થઈ જનાર યુવતી આજે પોલીસ કમિશનર કચેરી પહોંચી હતી. જે પહેલાં પોલીસ કમિશનર કચેરી ખાતે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને લોકો એકઠાં થયા હતા. દરમિયાન પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો સાથે ધર્ષણ સર્જાયું હતું. જેમાં કેટલાકની અટકાયત પણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more