Short News

ગિરજા-3 બાર્જ કંડલાના સમુદ્રમાં ગરકાવ, રેસ્ક્યુ ટીમે 7 ક્રુ મેમ્બરોને બચાવ્યા

ગિરજા-3 બાર્જ કંડલાના સમુદ્રમાં ગરકાવ, રેસ્ક્યુ ટીમે 7 ક્રુ મેમ્બરોને બચાવ્યા

કચ્છમાં રિશિંગ શિપિંગનું ગિરજા-3 બાર્જ 7 ક્રુ મેમ્બરો સાથે મોડી રાત્રે કંડલાના સમુદ્રમાં મધદરિયે ગરકાવ થયું હતું. મધદરિયે બાર્જના સિગ્નલ બંધ થતા સમગ્ર ઘટના ધ્યાને આવી હતી. બાર્જમાં અંદાજે 1500 ટન ખાતર ભરીને જહાજમાં ખાલી કરવા જતી વખતે આ ઘટના બની હતી. DPT અને કોસ્ટગાર્ડ દ્વારા રેસ્ક્યુની કામગીરી હાથ ધરી તમામ 7 ક્રુ મેમ્બરોને બચાવી લેવામાં આવ્યા હતા.
સમુદ્રમાં કચરો ઠાલવવામાં ચીનની યાંગત્જે પ્રથમ, ગંગા બીજા ક્રમે

સમુદ્રમાં કચરો ઠાલવવામાં ચીનની યાંગત્જે પ્રથમ, ગંગા બીજા ક્રમે

દુનિયાભરના સમુદ્રોમાં મળી રહેલા કચરા માટે દશ નદીઓ સૌથી વધુ જવાબદાર છે. જેમાં ચીનની યાંગ્ત્જે નદી પ્રથમ ક્રમાંકે છે. બીજા ક્રમાંકે ભારતની ગંગા નદી છે. લગભગ 90 ટકા કચરો આ દશ નદીમાંથી આવી આવે છે. ચીની યેલો ત્રીજી અને પર્લ નદી ચોથા ક્રમાંકે છે. રશિયા અને ચીનની અમર પાંચમી, ભારત અને પાકિસ્તાનમાં વહેતી સિંધુ છઠ્ઠી, ચીનની મિકાંગ સાતમી, ચીનની હૈહી આઠમા સ્થાને છે.
ફીફા વિશ્વ કપ 2018 : રશિયામાં 50 દિવસો સુધી ક્રાઇમ રિપોર્ટીંગ પર રોક

ફીફા વિશ્વ કપ 2018 : રશિયામાં 50 દિવસો સુધી ક્રાઇમ રિપોર્ટીંગ પર રોક

રશિયાની વ્લાદીમીર પુતિન સરકારે ફીફા વર્લ્ડ કપ 2018ને કારણે મીડિયામાં પચાસ દિવસો સુધી આપરાધિક અહેવાલોના કવરેજ પર રોક લગાવી દીધી છે. આંતરીક મંત્રાલયની પ્રેસ સર્વિસ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પોલીસ કોઈપણ અપરાધને પકડવા અથવા મામલાને ઉકેલવાના અહેવાલને 25 જુલાઈ સુધી મીડિયાને આપે નહીં.
કેલેન્ડરની જેમ ગર્લફ્રેન્ડ બદલે છે ફૂટબોલ સ્ટાર રોનાલ્ડો, 4 બાળકોનો છે કુંવારો પિતા

કેલેન્ડરની જેમ ગર્લફ્રેન્ડ બદલે છે ફૂટબોલ સ્ટાર રોનાલ્ડો, 4 બાળકોનો છે કુંવારો પિતા

દુનિયાના સૌથી પૈસાદાર ફૂટબોલર પોર્ટુગલના ક્રિસ્ટિયાનો રોનાલ્ડો 4 ગર્લફ્રેન્ડ ધરાવે છે. તેણે આમાંથી કોઇની સાથે લગ્ન કર્યા નથી. આમ છતાં તે 4 બાળકોનો કુંવારો પિતા છે. રોનાલ્ડો માટે કહેવાય છે કે તે કેલેન્ડરની જેમ ગર્લફ્રેન્ડ બદલે છે. તેને 4 ગર્લફ્રેન્ડ પૈકી 3 સાથેના અંતરંગ સંબંધોથી બાળકો છે. છેલ્લા એક વર્ષથી તે પોર્ટુગલની સુપરસ્ટાર સાથે રિલેશનશિપમાં છે.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more