Short News

ઘેર ઘેર પાઇપથી ગેસ પહોંચાડવામાં ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બનશે

ઘેર ઘેર પાઇપથી ગેસ પહોંચાડવામાં ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બનશે

ગુજરાત દેશનું પહેલું રાજ્ય બનશે જ્યાં ઘેર-ઘેર પાઈપ દ્વારા ગેસ પહોંચાડવામાં આવશે. ગેસના વિતરણ માટે માટે રાજ્યના 8 જિયોગ્રાફિકલ એરિયામાં પેટ્રેલિયમ એન્ડ ન્યુટરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડ(PNGRB) દ્વારા બિડિંગ કરવામાં આવશે. દેશના 22 રાજ્ય, કેન્દ્ર શાસિત પ્રદેશોના 174 જિલ્લામાં કુલ 86 જિયોગ્રાફિકલ એરિયામાં ગેસ વિતરણ માટે CGD કંપનીઓને બોલી માટે આમંત્રણ અપાયું છે.
અમેરિકાના આ જાણીતા શોના ઈન્ડિયન વર્ઝનમાં જોવા મળશે મલ્લિકા શેરાવત

અમેરિકાના આ જાણીતા શોના ઈન્ડિયન વર્ઝનમાં જોવા મળશે મલ્લિકા શેરાવત

બોલિવૂડમાં પોતાની કાતિલ અદાઓને કારણે ફેમસ અભિનેત્રી મલ્લિકા શેરાવત છેલ્લા કેટલાક સમયથી ફિલ્મોથી દૂર છે. જો કે મલ્લિકાની કિસ્મત ફરી ચમકી શકે છે. કેમ કે, અમેરિકાના પ્રસિધ્ધ ટીવી શો ‘The Good Wife'નું ઈન્ડિયન વર્ઝન આવી રહ્યુ છે જેમાં મલ્લિકા શેરાવતની મહત્વની ભુમિકા હશે. માહિતી મળી છે કે મલ્લિકા આ શોને હોસ્ટ કરવાની સાથે પ્રોડ્યુશ પણ કરશે.  
આ રીતે કરો શનિદેવની ઉપસના, મળશે તમામ દુઃખોમાંથી મુક્તિ

આ રીતે કરો શનિદેવની ઉપસના, મળશે તમામ દુઃખોમાંથી મુક્તિ

હિન્દુ ધર્મમાં શનિદેવ દંડનાયક તરીકે પ્રસિધ્ધ છે. ત્યારે તમામ ખરાબ કર્મો પર શનિદેવની વાંકી ચાલ કોઈ પણ દુઃખ કે પીડા દ્વારા પોતાના ભક્તને સાચો માર્ગ બતાવવા માટે કષ્ટો આપે છે. ત્યારે શનિદેવની ઉપસાનાનું ઘણું મહત્વ રહેલુ છે. શનિની પૂજા અને અર્ચના માટે કાળા અડદ અને સરસિયાનું તેલ જરૂર અર્પણ કરવું જોઇએ. આ માટે વધુ માહિતી માટે ડાબી બાજુ સ્ક્રોલ કરો.
કબડ્ડી માસ્ટર્સ ચેમ્પિયનશીપઃ ભારતે પાકિસ્તાનને દે પટકા, જીતથી કરી શરૂઆત

કબડ્ડી માસ્ટર્સ ચેમ્પિયનશીપઃ ભારતે પાકિસ્તાનને દે પટકા, જીતથી કરી શરૂઆત

કબડ્ડી માસ્ટર્સ ચેમ્પિયનશીપમાં ભારતે પોતાની શરૂઆત જીતથી કરી દીધી છે. જીતની પ્રબળ દાવેદાર ભારતીય ટીમે પોતાની પ્રતિસ્પર્ધી પાકિસ્તાની ટીમને 36-20થી હાર આપી શાનદાર પ્રવેશ કર્યો છે. ભારત તરફથી કબડ્ડી ટીમના કેપ્ટન અજય ઠાકુરના લીધે ભારતે બ્રેક સુધીમાં 22-9થી આગળ હતુ. ભારતીય ટીમે હાફ ટાઈમ સુધીમાં 13 અંકથી આગળ રહી શાનદાર જીત મેળવી હતી.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more