Short News

ગાંધીનગર પોલીસ દિક્ષાંત સમારોહમાં સીએમ રૂપાણીએ જવાનોને લેવાડાવ્યા સપથ

ગાંધીનગર પોલીસ દિક્ષાંત સમારોહમાં સીએમ રૂપાણીએ જવાનોને લેવાડાવ્યા સપથ

ગાંધીનગરમાં પોલીસ દીક્ષાન્ત સમારોહમાં હાજરી આપીને સીએમ રૂપાણીએ ગુજરાત પોલીસ દળમાં જોડાનાર 396 પોલીસ કર્મચારીઓને કર્તવ્યનિષ્ઠા અને હમેંશા સેવા માટે તત્પર રહેવાના સોગંદ લેવડાવ્યા હતા. આ ઉપરાંત 26 જેટલાં ટ્રેનિંગ સેશનમાં ઉત્કૃષ્ટ કામગીરી પ્રદાન કરનારા પોલીસને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ શ્રેષ્ઠતમ સેવા કરવા જવાનોને હાકલ કરી હતી.
કૌભાંડી નીરવ મોદી હોંગ કોંગથી અમેરિકા ભાગ્યો

કૌભાંડી નીરવ મોદી હોંગ કોંગથી અમેરિકા ભાગ્યો

પંજાબ નેશનલ બેંકને 13,000 કરોડ રુપિયાનો ચૂનો ચોપડી છૂ થઈ ગયેલો નીરવ મોદી ફેબ્રુઆરીમાં જ હોંગકોંગ છોડીને પણ ભાગી ગયો છે. થોડા દિવસ પહેલા જ ભારત સરકારે જણાવ્યું હતું કે, નીરવ મોદી હોંગકોંગમાં છે. હવે એવા સમાચાર આવી રહ્યા છે કે મોદી ભાગીને અમેરિકા પહોંચ્યો છે. મહત્વનું છે કે, આજે સાંજે જ પીએમ નરેન્દ્ર મોદી ચીનના બે દિવસના પ્રવાસે જઈ રહ્યા છે.
કેન્દ્રએ જસ્ટિસ જોસેફની ફાઇલ SCને ફેર વિચારણા કરવા પરત મોકલી

કેન્દ્રએ જસ્ટિસ જોસેફની ફાઇલ SCને ફેર વિચારણા કરવા પરત મોકલી

સરકારે ગુરુવારે સુપ્રીમ કોર્ટ કોલેજિયમની જસ્ટિસ કે એમ જોસેફને સુપ્રીમ કોર્ટના જજ બનાવવાની ભલામણ પરત કરી દીધી છે. કોલેજિયમને તેની પર ફરી વિચાર કરવા કહેવામાં આવ્યું છે. કોંગ્રેસે જસ્ટિસ જોસેફને સુપ્રીમ કોર્ટના જજ ન બનાવવા પર કહ્યું કે, મોદી સરકાર દેશના સૌથી સિનિયર મુખ્ય ન્યાયાધીશને સુપ્રીમ કોર્ટ ન મોકલીને બદલાનું રાજકારણ કરી રહી છે.
દેશની આર્થિક સ્થિતિ મજબૂત: DEA

દેશની આર્થિક સ્થિતિ મજબૂત: DEA

આરબીઆઈ અને સરકાર માને છે કે ભારતની આર્થિક સ્થિતિ બહુ મજબૂત છે. આર્થિક બાબતોના સચિવ સુભાષ ચંદ્ર ગર્ગે કહ્યું કે આરબીઆઈના હિસાબે હજૂ પણ મોંઘવારી ઘટશે અને ગ્રોથ પણ 7.4 ટકાની ઉપર રહેવાનું અનુમાન છે. આ સાથે તેમણે કહ્યું કે આરબીઆઈ હવે નવી 2000ની નોટનું સપ્લાઇ નથી કરી રહી. વપરાશનું વલણ જોતા હાલ વધુ નવી નોટ મૂકવાની જરૂરત નથી લાગી રહી.