Short News

ગુજરાતઃ આકાશમાંથી વરસી આગ, ગાંધીનગરમાં તાપામાન 44 ડીગ્રીને પાર

ગુજરાતઃ આકાશમાંથી વરસી આગ, ગાંધીનગરમાં તાપામાન 44 ડીગ્રીને પાર

હાલ ગુજરતમાં લોકો ગરમીના હિસાબે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. બુધવારે અમદાવાદમાં 43.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું જ્યારે રાજ્યનું કેપિટલ ગાંધીનગરમાં 44 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ત્યારે વળી પાછી હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસોમાં તાપમાનનો પારો વધુ ઉંચકાય તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે આ વર્ષે 45.3 ડિગ્રી તાપમાન સાથે કંડલા સૌથી ગરમ શહેર રહ્યુ છે.  
અંકલેશ્વરમાં ભત્રીજીને આશીર્વાદ આપી લગ્નમંડપમાં જ કાકાએ કર્યું અગ્નિસ્નાન

અંકલેશ્વરમાં ભત્રીજીને આશીર્વાદ આપી લગ્નમંડપમાં જ કાકાએ કર્યું અગ્નિસ્નાન

અંકલેશ્વર નજીકના હાંસોટ તાલુકામાં ધમરાડ ગામ ખાતે રહેતા 55 વર્ષીય સના રાઠોડ સોમવારે સાંજે ગામમાં પોતાના ભાઈની દીકરીના લગ્ન ચાલી રહ્યા હતા તે દરમિયાન ભત્રીજીને આર્શિર્વાદ આપ્યા બાદ મંડપ બાજુમાં જઈ અચાનક પોતાના શરીરે કેરોસીન છાંટી દિવાસળીથી આગ ચાંપી દીધી હતી. ભડકે બળવા લાગતા મંડપમાં દોડધામ પછી જવા પામી હતી. 108 બોલાવી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ત્રિપુરામાં મુશળધાર વરસાદ: ભૂસ્ખલનથી 6નાં મોત, 13,000 બેઘર

ત્રિપુરામાં મુશળધાર વરસાદ: ભૂસ્ખલનથી 6નાં મોત, 13,000 બેઘર

ભારતના પૂર્વોત્તર રાજ્ય ત્રિપુરામાં બે દિવસથી મુશળધાર વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. રાજ્યના લગભગ 13,000 લોકો વિસ્થાપિત બની ગયા છે. અગરતલામાં 24 કલાકમાં 27 મીમી વરસાદ પડ્યો છે. પ્રદેશની મુખ્ય નદીઓ જોખમી સ્તરથી ઉપર વહી રહી છે. ગોમતી, દેવ, મનુ અને હાવરા નદીમાં દર કલાકે પાણીનું સ્તર વધતો જઈ રહ્યો છે. સમગ્ર રાજ્યમાં પૂરનો ખતરો પેદા થઈ ગયો છે.
મે 22 2018 : જાણો કેવી રહેશે બજારની ચાલ?

મે 22 2018 : જાણો કેવી રહેશે બજારની ચાલ?

અમેરિકન બજારમાં અડધાથી સવા ટકાનો ઉછાળો નોંધાયો હતો. ટ્રેડ-વૉરની ચિંતા દૂર થતાં માર્કેટમાં લેવાલી જોવા મળી હતી. માર્ચ બાદ પહેલી વખત ડાઓમાં 25,000ને પાર ક્લોઝિંગ થયું છે. બીજી તરફ એશિયામાં સુસ્ત શરૂઆત થઇ છે. ક્રૂડ ફરી 80 ડૉલર પ્રતિબેરલની નજીક પહોંચી ગયું છે. માર્કેટમાં કંપનીઓના પરિણામોની મોસમ ચાલી રહી છે. ભારતીય બજાર સીમિત દાયરામાં કારોબાર કરે તેવી શક્યતા છે.