Short News

રાજ્યમાં ઉનાળાનો આકરો મિજાજ, લૂના 385 કેસ નોંધાયા

રાજ્યમાં ઉનાળાનો આકરો મિજાજ, લૂના 385 કેસ નોંધાયા

ગુજરાતમા હાલ ઉનાળો પૂર્ણ રૂપે આકરા મિજાજે છે. ગઇકાલે એક દિવસમાં તિવ્ર ગરમી લાગવાના કારણે રાજ્યમાં 79 લોકો બેભાન થઇ ગયા હતાં. જ્યારે 385 લોકોને લૂ લાગી જતા ઈમરજન્સી સારવાર આપવી પડી હતી. ગરમીના કારણે રવિવારે સૌથી વધુ કેસ પેટમાં દુખાવાના નોંધાયા હતા. ત્યારે બીજી તરફ 2600 જેટલા પ્રાણીઓને પણ ડિહાઇડ્રેસનમાં સારવાર અપાઇ ચૂકી છે.
RSS સાથે જોડાયેલી વ્યક્તિઓ કોમવાદી કે અસામાજિક નથી

RSS સાથે જોડાયેલી વ્યક્તિઓ કોમવાદી કે અસામાજિક નથી

હૈદરાબાદના મક્કા મસ્જિદ વિસ્ફોટ કેસમાં સુનાવણી દરમિયાન સ્પેશયલ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ કે. રવિન્દર રેડ્ડીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને લઈને એક મહત્વપૂર્ણ ટીપ્પણી કરી છે. જસ્ટિસ રવિન્દ્ર રેડ્ડીએ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા રજૂ કરવામાં આવેલા તર્કને ફગાવતા કહ્યુ હતુ કે આરએસએસ સાથે જોડાવાનો મતલબ એ નથી કે વ્યક્તિ કોમવાદી હોય અથવા તો અસામાજિક છે.
ફ્લાઇટમાં 7 મચ્છર માર્યાનું કહેતા જ ટ્વીંકલ ખન્ના થઇ ટ્રોલ

ફ્લાઇટમાં 7 મચ્છર માર્યાનું કહેતા જ ટ્વીંકલ ખન્ના થઇ ટ્રોલ

બોલિવૂડ એક્ટર અક્ષય કુમારની પત્ની ટ્વિંકલ ખન્ના મચ્છર મારવા જેવી બાબતમાં ટ્વીટર પર ટ્રોલ થઇ છે. ટ્વીંકલે એક ટ્વીટમાં લખ્યું કે, મુંબઈથી ટેકઓફ કરતી એરલાઈન- જિંદગીની રક્ષા કરનારી વસ્તુઓના બદલે સીટની નીચે ઓડોમોસ પણ રાખો. અત્યારે હાલ મેં 7 મચ્છર માર્યા. ડૂબવા કરતા ડેંગ્યૂથી મરવાનો ડર વધારે છે. યુઝરે લખ્યું, તમારા સાત ખૂન માફ, એરલાઈન્સ પાસેથી શું અપેક્ષા કરો છો.
મહેશ બાબુની ફિલ્મે ઓપનિંગ દિવસે કરી 56 કરોડ રૂપિયાની કમાણી
<iframe width="560" height="315" src="https://www.youtube.com/embed/orkPrGSAETs" frameborder="0" allow="autoplay; encrypted-media" allowfullscreen></iframe>

મહેશ બાબુની ફિલ્મે ઓપનિંગ દિવસે કરી 56 કરોડ રૂપિયાની કમાણી

સુપરસ્ટાર મહેશ બાબુની ફિલ્મ ‘ભારત એએન નેનૂ' (TheVisionOfBharat)એ પહેલા દિવસે રેકોર્ડ બ્રેક 56 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ફર્સ્ટ ડે ફર્સ્ટ શો પર ઉમટેલી દર્શકોની ભીડને જોઈને મહેશ બાબૂએ ફેન્સનો આભાર માન્યો છે. ટ્વિટર પર #MaheshBabu1stDay1stShow ટ્રેન્ડ થયું હતું. આ ફિલ્મમાં મહેશ બાબૂ આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રીની ભૂમિકામાં યુવાનોના અધિકારો માટે લડે છે.