Short News

ગુજરાત સરકાર શિક્ષિત બેરોજગારો માટે કેવા પગલા લેશે? જાણો

ગુજરાત સરકાર શિક્ષિત બેરોજગારો માટે કેવા પગલા લેશે? જાણો

રાજ્યમાં વધતી જતી શિક્ષિત બેરોજગારીને ધ્યાને લઈ રાજ્ય સરકાર આ મહત્વનો નિર્ણય લઈ શકે છે. ગુજરાત સરકાર રાજ્યમાં બેરોજગારી ભથ્થુ અને યુવાનોને સ્કિલ ટ્રેનિંગ માટે રુપિયા 3000થી રુપિયા 10,000 સુધીનું માસિક ભથ્થું આપવા અથવા તો સ્ટાઈપેન્ડ આપવા માટે વિચારી રહી છે. રાજ્ય સરકાર આગામી બજેટમાં આ માટે બજેટમાં જોગવાઈ કરવામાં આવશે.
ગુજરાતનું રક્ષા કવચ બનશે મજબૂતઃ પોલીસમાં 5635 ભરતીઓ

ગુજરાતનું રક્ષા કવચ બનશે મજબૂતઃ પોલીસમાં 5635 ભરતીઓ

ગુજરાત સરકારે બજેટમાં પોલીસ દળમાં ૫૬૩૫ નવી ભરતીઓ કરવાની જાહેરાત કરી છે. એ ઉપરાંત ટ્રાફિક બ્રિગેડમાં ૪૦૦૦ સ્વયંસેવકોની ભરતી કરાશે. તેમાં ૩૩ ટકા મહિલાઓનો સમાવેશ કરવામાં આવશે. જેનાથી ટ્રાફિક બ્રિગેડના જવાનોની સંખ્યા ૬૦૦૦થી વધીને ૧૦,૦૦૦ થશે. બ્રિગેડના સ્વયં સેવકોને ૨૦૦ રૂપિયા લેખે દૈનિક માનદ વેતન મળે છે તે વધારીને રૂ ૩૦૦ કરવામાં આવ્યું છે.
ગુજરાતના આ મંદિરમાં થાય છે મુસ્લિમ મહિલાની પૂજા

ગુજરાતના આ મંદિરમાં થાય છે મુસ્લિમ મહિલાની પૂજા

આજે અમે તમને એક એવા મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છે જેમાં મુસ્લિમ મહિલાની પૂજા કરવામાં આવી રહી છે. આ મંદિર ગુજરાતમાં અમદાવાદ થી લગભગ 40 કિલોમીટર દૂર ઝુલાસન નામના ગામમાં આવેલું છે. અહીં હિન્દૂ ભક્તો વર્ષોથી તેમની પૂજા કરતા આવ્યા છે અને આજે પણ નવરાત્રીના સમયે ખુબ જ ભીડ જોવા મળે છે.

IIC વન ડે રેન્કિંગમાં કોહલી અને બુમરાહ નંબર 1ના સ્થાને

IIC વન ડે રેન્કિંગમાં કોહલી અને બુમરાહ નંબર 1ના સ્થાને

વન ડે સીરિઝમાં સાઉથ આફિકાને 5-1થી હરાવ્યા બાદ ભારતીય ટીમના ખેલાડીઓને આઈસીસી વન ડે રેન્કિંગમાં ફાયદો થયો છે, જેમાં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી રેન્કિંગમાં નંબર 1 સ્થાનના બેટ્સમેન બની ગયા છે, તો બીજી તરફ ઝડપી બોલર જસપ્રીત બુમરાહ નંબર 1 બોલર બની ગયા છે.