પ્રમીઓ માટે બજરંગ દળના કાર્યકર્તાઓ બન્યા વિલન
ગુજરાત
- 2 month, 11 days ago
આજે વેલેન્ટાઈન ડે નિમિતે પ્રેમીઓ અમદાવાદના રિવર ફ્રન્ટ ખાતે યુવક યુવતીઓ ભેગા થતા, બજરંગ દળના કાર્યકર્તાઓ તેમની પર વરસી પડ્યા હતા. બજરંગ દળના કાર્યકર્તાઓ હાથમાં કેસરી પાઈપ લઈને રિવર ફ્રન્ટ પહોંચ્યા હતા. તેમણે પાઈપ બતાવીને કપલ્સને ભગાડી મૂક્યા હતા. જેને પગલે યુવક-યુવતીઓમાં નાસભાગ મચી હતી. આ સમગ્ર દ્રશ્યો કેમેરામાં કેદ થઈ ગયા હતા.