Short News

મોદીને સેક્યુલર બની વૈશ્વિક નેતા બનવાના અભરખા હોવાથી મને હટાવ્યો : તોગડિયા

મોદીને સેક્યુલર બની વૈશ્વિક નેતા બનવાના અભરખા હોવાથી મને હટાવ્યો : તોગડિયા

પ્રવીણ તોગડિયા વિશ્વ હિંદુ પરિષદમાંથી બહાળ નીકળી જતા તેમના સમર્થનમાં વડોદરામાંથી 100, પાટણમાંથી 15 અને સાબરકાંઠામાંથી 137 રાજીનામાં પડ્યાં છે. તોગડિયાએ કહ્યું, મે રાજીનામું આપ્યું નથી પરંતુ રાજકીય દબાણ ઊભું કરીને મને VHP છોડાવવામાં આવી છે. નરેન્દ્રભાઈ મોદી હવે સેક્યુલર બનીને આંતરરાષ્ટ્રિય નેતા બનવા માગે છે. આવતા મહિનામાં હું નવા હિંદુ સંગઠનની જાહેરાત કરીશ.
ભડકાઉ ભાષણ આપવામાં બીજેપીના નેતા મોખરેઃ એઆરડી

ભડકાઉ ભાષણ આપવામાં બીજેપીના નેતા મોખરેઃ એઆરડી

એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)ના એક રિપોર્ટમાં જાણકારી મળી છે કે, દેશમાં 58 સાંસદો અને ધારાસભ્યોમાંથી ભાજપના 27, AIMIM અને ટીઆરએસના 6-6, ટીડીપી અને શિવસેનાના 3-3, ટીએમસી, કોંગ્રેસ અને જેડીયૂના 2-2, બીએસપી, ડીએમકે, પીએમકે અને સપાના એક-એક સાંસદો અને ધારાસભ્યો પર ભડકાઉ ભાષણ સંબંધીત કેસ નોંધાયેલા છે.
બળાત્કારી પિતા બાદ પુત્ર નારાયણ સાંઈને આજે કોર્ટમાં રજૂ કરાશે

બળાત્કારી પિતા બાદ પુત્ર નારાયણ સાંઈને આજે કોર્ટમાં રજૂ કરાશે

બળાત્કાર કેસમાં આસારામને આજીવન કેદ બાદ આજે 26 એપ્રિલે નારાયણ સાંઈને સુરત કોર્ટમાં રજૂ કરાશે નારાયણ સાંઈ સુરતની લાજપોર જેલમાં આશરે 4 વર્ષથી બંધ છે. સુરતની બે બહેનોમાંથી નાની બહેને નારાયણ સાંઈ વિરૂધ્ધ બળત્કારનો આરોપ લગાવ્યો હતો. ત્યારે આસારામને મળેલી સજા બાદ આ બંને બહેનોને પણ ન્યાય મળવાની આશા બંધાય છે.
ઉનાકાંડઃ પીડિતોને ધર્મ પરિવર્તનને લઈ મળી ધમકી, હુમલાનો કરાયો પ્રયાસ

ઉનાકાંડઃ પીડિતોને ધર્મ પરિવર્તનને લઈ મળી ધમકી, હુમલાનો કરાયો પ્રયાસ

ઉનાકાંડના પીડિતોને ફરી વાર ધમકી તેમજ તેના પર હુમલો કરવાના પ્રયોસો થયા છે. માહિતી મળી છે કે, ઉનાકાંડના પીડિતો બૌદ્ધ ધર્મ અંગિકાર કરવા જઈ રહ્યાં છે અને તેને લઈને 29 એપ્રિલે ધર્મ પરિવર્તન માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ત્યારે તેઓને ધર્મપરિવર્તન ન કરવા ધમકીઓ મળી રહી છે. તેમજ હુમલાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો છે.જેને લઈ દલિતો પોલીસ સ્ટેશને ભેગા થયા હતા.