Short News

ગુજરાતના બંદરો પર 1 નંબરનું સિગ્નલ, સમુદ્ર નજીક માછીમારોને ન જવા સૂચના

ગુજરાતના બંદરો પર 1 નંબરનું સિગ્નલ, સમુદ્ર નજીક માછીમારોને ન જવા સૂચના

ગુજરાતના હવામાન વિભાગે માછીમારોને આગામી 48 કલાક ગલ્ફ ઓફ એડન,પશ્ચિમ સેન્ટ્રલ અને દક્ષિણ પશ્ચિમ અરબી સમુદ્ર નજીક ન જવાની સુચના આપવામાં આવી છે. ગલ્ફ ઓફ એડનમાં સર્જાયેલ ડિપ્રેશનના કારણે આગામી 24 કલાક ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ તેવી શક્યતા છે. તેમ છતાં સાવચેતીના ભાગરૂપે તમામ બંદરો પર 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. ગુજરાત-સૌરાષ્ટ્રના દરિયામાં નહીવત અસર થશે.
IPL 2018 : Match 56 : CSKvKXIP : ચેન્નાઇએ પંજાબને 5 વિકેટે હરાવ્યું

IPL 2018 : Match 56 : CSKvKXIP : ચેન્નાઇએ પંજાબને 5 વિકેટે હરાવ્યું

આજે પૂણેમાં IPL 11ની 56મી મેચનો મુકાબલો ચેન્નાઇ સુપર કિંગ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે થયો જેમાં ચેન્નાઇએ પંજાબને 5 વિકેટથી પરાસ્ત કરી છે. આ સાથે પંજાબ પ્લેઓફમાંથી બહાર થયું છે. આ મુકાબલામાં પંજાબે 19.4 ઓવરમાં 153 રન બનાવ્યા હતા જેની સામે ચેન્નઈએ 19.1 ઓવરમાં 5 વિકેટ ગુમાવી ટાર્ગેટ મેળવી લીધો હતો.
મે 21, 2018 : ગુજરાતના અમદાવાદ-સુરતમાં સોના-ચાંદીનો લેટેસ્ટ ભાવ

મે 21, 2018 : ગુજરાતના અમદાવાદ-સુરતમાં સોના-ચાંદીનો લેટેસ્ટ ભાવ

આજે મે 21, 2018ના રોજ ગુજરાતના અમદાવાદ અને સુરતમાં 22 કેરેટ સોનાનો 10 ગ્રામનો ભાવ રૂપિયા 40ના વધારા સાથે રૂપિયા 30,520 પર રહ્યો છે. જ્યારે 24 કેરેટ સોનાનો 10 ગ્રામનો ભાવ રૂપિયા 630 ઘટીને રૂપિયા 32,680 રહ્યો છે. આ ઉપરાંત 100 ગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા 10 ઘટીને રૂપિયા 4,270 થયો છે. સોના અને ચાંદીના દૈનિક લેટેસ્ટ ભાવ જાણવા માટે જોતા રહો આ જગ્યા.
મે 21, 2018 : ગુજરાતના ગાંધીનગરમાં પેટ્રોલનો લેટેસ્ટ ભાવ

મે 21, 2018 : ગુજરાતના ગાંધીનગરમાં પેટ્રોલનો લેટેસ્ટ ભાવ

આજે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં પેટ્રોલની કિંમતમાં વધારો નોંધાયો છે. પેટ્રોલની કિંમત પ્રતિલીટર 0.33 પૈસાના વધારા સાથે રૂપિયા 75.88 થઇ ગઇ છે. ગઇ કાલે 20 મે, 2018ના રોજ પેટ્રોલની કિંમત 0.33 પૈસાની વધીને 75.55 રૂપિયા પર પહોંચી ગઇ હતી. પેટ્રોલનો રોજેરોજનો અપડેટેડ ભાવ જાણવા જોતા રહો આ જગ્યા.