Short News

ખાનગી એમ્બ્યુલન્સમાંથી વિદેશી દારૂ નો જથ્થો ઝડપાયો

ખાનગી એમ્બ્યુલન્સમાંથી વિદેશી દારૂ નો જથ્થો ઝડપાયો

અમદાવાદની રામોલ પોલીસે રવિવારે બપોરના સમયે બાતમીને આધારે વસ્ત્રાલ મહાદેવ એસ્ટેટમાં દરોડો પાડીને એક ખાનગી એમ્બ્યુલન્સમાંથી વિદેશી દારૂની 1350 જેટલી બોટલોનો જથ્થો જપ્ત કરીને દારૂની ડીલેવરી લેવા આવેલા એક રીક્ષા ચાલકની ધરપકડ કરી છે. જ્યારે એમ્બ્યુલન્સ ડ્રાઇવર નાસી જવામાં સફળ રહ્યો હતો. આ અંગે રામોલ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
આવતા વર્ષે IPL ભારતમાં નહીં રમાય, જાણો ક્યાં રમાશે?

આવતા વર્ષે IPL ભારતમાં નહીં રમાય, જાણો ક્યાં રમાશે?

આગામી વર્ષે એટલે કે 2019માં રમાનારી IPL ટૂર્નામેન્ટ ભારતની બહાર રમાઈ શકે તેવી શક્યતા છે. આગામી વર્ષે IPLની તારીખો જો લોકસભાની ચૂંટણી સાથે ટકરાશે તો ટૂર્નામેન્ટનું આયોજન UAEમાં થઈ શકે છે. IPLની 12મી સીઝન આગામી વર્ષે 29 માર્ચથી 19 મેની વચ્ચે થવાની છે. BCCI એ વાતથી વાકેફ છે કે તે સમયગાળામાં લોકસભાની ચૂંટણી પણ આવી શકે છે.
કર્ણાટકના એક ગામમાં 30 બાળકનું નામ સિદ્ધા રમૈયા

કર્ણાટકના એક ગામમાં 30 બાળકનું નામ સિદ્ધા રમૈયા

કર્ણાટકમાં વિધાનસભાનો ચૂંટણીમાં જે એક નામની ચર્ચા છે તે છે સિદ્ધા રમૈયા. સિદ્ધા રમૈયા સતત ભાજપ પર હુમલા કરી રહ્યા છે. તેઓ બીજેપીના નિશાના પર પણ છે. આ બધાની વચ્ચે કર્ણાટકમાં એક એવું પણ ગામ છે કે જ્યાં એક બે નહીં પરંતુ 30 સિદ્ધા રમૈયા છે. કર્ણાટકના સિદ્ધા રામાગુડી ગામ જે મુખ્યપ્રધાનનું જ ગામ છે. અહીં ઘણાં બાળકો એવા છે કે જેનું નામ સિદ્ધા રમૈયા છે.
ભારતમાં Traffic જામની અસરથી થાય છે આટલા રૂપિયાનું નુકસાન

ભારતમાં Traffic જામની અસરથી થાય છે આટલા રૂપિયાનું નુકસાન

ભારતના નાના મોટા શહેરોમાં પીક અવર્સમાં ટ્રાફિક જામ સામાન્ય બાબત છે. વૈશ્વિક કન્સલ્ટન્સી કંપનીના અભ્યાસ અનુસાર ભારતમાં પીકના કલાકોમાં સવારે 7-9 અને સાંજે 6-8 માં નોર્મલ કરતા ડોઢ ગણા લોકો રસ્તા પર વાહન ચલાવી રહ્યા હોય છે. શહેરી પરિવહન નિષ્ણાત પ્રોફેસર એન રંગાનાથના જણાવ્યું અનુસાર આ જામને કારણે દેશની અર્થવ્યવસ્થાને વાર્ષિક રૂ. 1.47 કરોડના મૂલ્યનો ચૂનો લાગે છે.