Short News

તોગડિયાના સમર્થનમાં ગુજરાતના 8 જિલ્લામાંથી VHP હોદ્દેદારોના રાજીનામા

તોગડિયાના સમર્થનમાં ગુજરાતના 8 જિલ્લામાંથી VHP હોદ્દેદારોના રાજીનામા

VHPના આંતરરાષ્ટ્રીય પ્રમુખ પદે નવા પ્રમુખ ચૂંટાતાની સાથે જ પ્રવીણ તોગડિયાએ VHP છોડ્યું છે. જેના પગલે પ્રવીણ તોગડિયાનું સમર્થન કરવા ગુજરાતના 8 જિલ્લાઓમાંથી VHPના 60થી વધુ હોદ્દેદારોએ રાજીનામા આપી દીધા છે. આ કાર્યકરો પ્રવીણ તોગડિયા સાથે બેઠક બાદ આગામી 48 કલાકમાં રણનીતિ ઘડશે. ‘આ નારાજ કાર્યકરો મંગળવારે પ્રવીણ તોગડિયા સાથે આમરણાંત ઉપવાસમાં બેસે તેવી સંભાવના છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું, આધારને મોબાઈલ નંબર સાથે લિંક કરવાનો નથી આપ્યો આદેશ

સુપ્રીમ કોર્ટે કહ્યું, આધારને મોબાઈલ નંબર સાથે લિંક કરવાનો નથી આપ્યો આદેશ

આધાર કેસની સુનાવણી કરી રહેલી દેશની સર્વોચ્ચ અદાલતે કહ્યું કે તેમણે ક્યારેય મોબાઈલ નંબર સાથે આધારને લિંક કરવાનો આદેશ આપ્યો નથી. કોર્ટે વધુમાં જણાવ્યુ છે કે, સરકારે 6 ફેબ્રુઆરી, 2017ના રોજ આપવામાં આવેલા તેના આદેશનો ખોટો અર્થ લઈ લીધો છે. હકીકતમાં સુપ્રિમનું કહેવું હતુ કે, મોબાઈલ યુઝર્સ માટે આધાર કાર્ડ ફરજિયાત કરવા.
પરીક્ષા ટાણે ગુજરાત યુનિવર્સિટીમાં થઈ રહ્યુ છે ફિલ્મનું શુટિંગ, વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં

પરીક્ષા ટાણે ગુજરાત યુનિવર્સિટીમાં થઈ રહ્યુ છે ફિલ્મનું શુટિંગ, વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં

ગુજરાત યુનિવર્સિટી ફરી વાર વિવાદમાં ફસાઈ છે. યુનિ. કેટલોક ભાગ નજીવી રકમ માટે ભાડે આપ્યો છે. હેરિટેજ ટાવર ગણાતા યુનવર્સિટીમાં હાલ એક ફિલ્મનું શુટિંગ ચાલી રહ્યું છે. જેને લઈ કુલપતિ, રજિસ્ટ્રારની ઓફિસ, પરીક્ષા વિભાગ અને એકેડેમિક વિભાગમાં જવાની કોઈને પણ મંજૂરી નથી. ત્યારે પરીક્ષાઓના ટાણે જ વિદ્યાર્થીઓ ભારે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
આ છોડ કરશે તમારી તમામ મનોકામના પૂર્ણ

આ છોડ કરશે તમારી તમામ મનોકામના પૂર્ણ

મનીપ્લાંટ એક એવો છોડ છે જે તમારી તમામ મનોકામના પૂર્ણ કરશે. તે માટે તમે તમારા ઘર ઓફિસ કે દુકાનમાં મનીપ્લાંટને માટીમાં દક્ષિણ દિશામાં લગાવો. તેને રોજ પાણી અને બે ચમચી કાચુ દુધ ચડાવો. તેમજ તમારી મનોકામના કહો. જે વ્યક્તિ પાસેથી પૈસા નિકળતા હોય તેની વિગત કાર્ડમાં લખી સોમવારે તે કાર્ડને મનીપ્લાન્ટની માટીમાં દાટી દો. યાદ રાખો છોડને ચોરી કરી લગાવશો નહિં.