Short News

પ્રવીણ તોગડિયાએ દુશ્મનોને તોડવા શરૂ કર્યા ઉપવાસ

પ્રવીણ તોગડિયાએ દુશ્મનોને તોડવા શરૂ કર્યા ઉપવાસ

વિશ્વ હિંદુ પરિષદની થયેલી ચૂંટણી પછી હવે વીએચપીના કાર્યકારી અધ્યક્ષના પદ પરથી પ્રવિણ તોગડિયાની હકાલપટ્ટી કરવામાં આવી છે. આ સંજોગોમાં તેમણે આજથી અનિશ્ચિત સમયગાળા માટે ઉપવાસની શરૂઆત કરી છે. પ્રવિણ તોગડિયાએ કહ્યું હતું કે ''ખેતરમાં ખેડૂત આત્મહત્યા કરી રહ્યા છે અને ઘરમાં આપણી દીકરી સુરક્ષિત નથી ત્યારે ભારતના વડાપ્રધાન વિદેશની યાત્રા માટે ફરવા નીકળ્યા છે.
એપ્રિલ 21, 2018 : ગુજરાતના ગાંધીનગરમાં પેટ્રોલનો લેટેસ્ટ ભાવ

એપ્રિલ 21, 2018 : ગુજરાતના ગાંધીનગરમાં પેટ્રોલનો લેટેસ્ટ ભાવ

આજે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં પેટ્રોલની કિંમતમાં વધારો થયો છે. પેટ્રોલની કિંમત પ્રતિલીટર 0.13 પૈસાનો વધારો થતા 73.53 રૂપિયા પ્રતિલીટર થઇ છે. ગઇ કાલે 20 એપ્રિલ, 2018ના રોજ પેટ્રોલની કિંમત 0.01 પૈસા વધઘટ સાથે 73.40 રૂપિયા પર સ્થિર રહી હતી. પેટ્રોલનો રોજેરોજનો અપડેટેડ ભાવ જાણવા જોતા રહો આ જગ્યા.
CSK Vs RR: વોટસને ફટકારી સદી,  ચૈનાઈનો 64 રને ભવ્ય વિજય

CSK Vs RR: વોટસને ફટકારી સદી, ચૈનાઈનો 64 રને ભવ્ય વિજય

રાજસ્થાન અને ચૈન્નાઈ વચ્ચે રમાયેલી મેચમાં આખરે ચૈન્નાઈએ બાજી મારી લીધી હતી. ચૈન્નાઈએ વોટસનની તોફાની સદીની મદદથી ચૈન્નાઈએ રાજસ્થાનને 205 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં રાજસ્થાન માત્ર 140 રન જ કરી શકી હતી અને ચૈન્નાઈનો 64 રને ભવ્ય વિજય થયો હતો. આ વિજયને લીધે ચૈન્નાઈ પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગયુ છે.
રેલવેમાં નોકરી મેળવવા માટે અરજી કરનાર મહિલાઓ માટે સારા સમાચાર

રેલવેમાં નોકરી મેળવવા માટે અરજી કરનાર મહિલાઓ માટે સારા સમાચાર

રેલવે નોકરી મેળવવા માટે અરજી કરનાર મહિલાઓ માટે સારા સમાચાર છે. કેમ કે, રેલવે રિક્રૂટમેન્ટ બોર્ડ (RRB) દ્વારા ગ્રુપ ડીમાં નોકરી મેળવવા માટે લઘુત્તમ યોગ્યતામાં ફેરફાર કરવામાં આવ્યો છે. રેલ્વે રિક્રૂટમેન્ટ બોર્ડ દ્વારા નિયમોમાં ફેરફાર કરાતા કર્મચારીની પત્ની અથવા વિધવા ઉમેદવાર માટે લેવલ-1 માટે નોકરીની લઘુત્તમ લાયકાતને હટાવી દેવામાં આવી હતી.