Short News

રાજકોટના કલેક્ટર સરકાર પાસે માંગ્યું પાણી

રાજકોટના કલેક્ટર સરકાર પાસે માંગ્યું પાણી

રાજકોટ સહિતનાં શહેરોમાં પાણી કાપ આવવાની સંભાવના હતી. પરંતુ પાણીકાપની સંભાવના ઉપર રાજકોટ મ્યુનિસિપલ કમિશનરે અગમચેતી વાપરીને આજી ડેમ 31 માર્ચ પહેલા સૌની યોજનાથી ભરી દેવા સરકારમાં દરખાસ્ત કરી છે. તેમણે રાજકોટ શહેરમાં પાણીકાપની કોઇ વાત નથી આપણી પાસે પૂરતું પાણી છે.
IPL 11 : Match 21 : RR v MI : મુંબઇએ રાજસ્થાનને આપ્યો 168 રનનો ટાર્ગેટ

IPL 11 : Match 21 : RR v MI : મુંબઇએ રાજસ્થાનને આપ્યો 168 રનનો ટાર્ગેટ

IPL 11ની 21મી મેચ જયપુરના માનસિંહ સ્ટેડિયમમાં મુંબઇ ઇન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચમાં મુંબઇ ઇન્ડિયન્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 167 રન બનાવ્યા છે. રાજસ્થાન 168 રનના ટાર્ગેટનો પીછો કરશે. મુંબઈ ઈન્ડીયન્સ રાજસ્થાન વિરુદ્ધ પોતાની જીત બરકરાર રાખવા પ્રયત્ન કરશે. ત્રણ વખતની ચેમ્પિયન મુંબઈની આ સિઝનમાં શરૂઆત ગણી ખરાબ રહી છે.
જામનગરમાં જહાજમાં ગેસ ગળતર, બે વિદેશી નાગરિકનાં મોત, એક સારવાર હેઠળ

જામનગરમાં જહાજમાં ગેસ ગળતર, બે વિદેશી નાગરિકનાં મોત, એક સારવાર હેઠળ

જામનગર નજીક નવલખી બંદર પાસે એક જહાજમાં ગેસ ગળતરની ઘટના સામે આવી છે. અહીં ગેસ ગળતરના કારણે વિદેશી નાગરિકોનાં મોત નિપજ્યા છે, જ્યારે એકને અસર થતાં હાલત ગંભીર છે. જે જહાજમાં ગેસ ગળતરીની ઘટના બની તે વિદેશી જહાજ હતું. માર્ચ મહિનામાં આવી જ એક ઘટના અલંક શીપ યાર્ડમાં બની હતી.
IITના 50 પૂર્વ વિદ્યાર્થીઓએ નોકરી છોડી બનાવી પોલિટિકલ પાર્ટી

IITના 50 પૂર્વ વિદ્યાર્થીઓએ નોકરી છોડી બનાવી પોલિટિકલ પાર્ટી

દેશભરની અલગ IITમાંથી ભણેલા 50 પૂર્વ વિદ્યાર્થીએ સમાજના પછાત વર્ગો માટે નોકરી છોડી પોલીટિકલ પાર્ટી બનાવી છે. આ સ્ટૂડન્ટ્સે અનુસૂચિત જાતિ- જનજાતિ (SC-ST) અને અન્ય પછાત વર્ગ (OBC)ના અધિકારોની લડાઈ માટે બહુજન આઝાદ પાર્ટી (BAP) બનાવી છે. તેને ચૂંટણી પંચની મંજુરી મળવાની બાકી છે. આ પાર્ટીનું નેતૃત્વ IIT દિલ્હીથી સ્નાતકનો અભ્યાસ કરી ચૂકેલા નવીન કુમાર કરી રહ્યા છે.