Short News

સાબરમતી જેલના કેદીઓ બનાવશે સેનિટરી નેપકિન

સાબરમતી જેલના કેદીઓ બનાવશે સેનિટરી નેપકિન

અક્ષય કુમારની ફિલ્મ પેડમેન પરથી સાબરમતી સેન્ટ્રલ જેલ તંત્રએ પ્રેરણા મેળવી છે. જેલ તંત્ર મહિલા કેદીઓ માટે સેનિટરી નેપકિન બનાવવા માટે જેલમાં જ એક યૂનિટ સ્થાપવાની વિચારણા કરી રહ્યું છે. સેનિટરી પેડનુ યુનિટ સ્થાપી જેલ તંત્રએ મહિલા કેદીઓને રોજગાર ઉપલબ્ધ કરાવાનો ઉદ્દેશ્ય રાખ્યો છે.
આઇટી રિટર્નમાં ખોટી માહિતી આપી તો આવી બન્યુ સમજો

આઇટી રિટર્નમાં ખોટી માહિતી આપી તો આવી બન્યુ સમજો

ટેક્સ છૂપાવવાનો કે બચાવવાનો કોઇપણ પ્રયત્ન કરનારને આવકવેરા વિભાગે અગાઉ જ ચેતવણી આપી દીધી છે કે, જો કોઈપણ વ્યક્તિ આઇટી રિટર્નમાં ખોટી માહિતી આપશે અથવા તો છુપાવાનો પ્રયાસ કરશે તો 50થી 200 ટકા સુધીનો દંડ લાગી શકે છે. આ બાબતે ખોટી માહિતી આપનારને સેક્શન 270A મુજબ છૂપાવેલી રકમ પર 200 ટકા સુધીનો દંડ ફટકારવામા આવી શકે છે.
12 વર્ષ સુધીના બાળકો સાથે રેપના મામલે આરોપીને થશે મોતની સજા

12 વર્ષ સુધીના બાળકો સાથે રેપના મામલે આરોપીને થશે મોતની સજા

ઉન્નાવ રેપ અને કઠુઆ રેપ બાદ સમગ્ર દેશમાં જનાક્રોશમને જોતા સરકારે કડક કાયદો બનાવવાની પ્રક્રિયાનો પ્રારંભ કરી દીધો છે. જેમાં કેંદ્ર સરકારે રિપોર્ટમાં સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે, 0-12 વર્ષ સુધીના બાળકો સાથે રેપના મામલે POCSO એક્ટમાં સંશોધનની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે. જેથી કરીને દોષિતોને મહત્તમ દંડ રૂપે મોતની સજા આપી શકાય. આ મામલે વધુ સુનાવણી 27 એપ્રિલે થશે.
દિલ્હી હાઈકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ સચ્ચરનું 94 વર્ષની ઉંમરે અવસાન

દિલ્હી હાઈકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ સચ્ચરનું 94 વર્ષની ઉંમરે અવસાન

દિલ્હી હાઈકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ રાજિન્દર સિંહ સચ્ચરનું શુક્રવારે એક ખાનગી હોસ્પિટલમાં અવસાન થયુ છે. સચ્ચરની ઉંમર 94 વર્ષ હતી. તેમને બે અઠવાડિયા પહેલા દિલ્હીની ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યા તેઓનું શુક્રવારે આશરે બપોરના 12 વાગ્યે નિધન થઈ ગયુ હતુ. સચ્ચર જાણીતા માનવાધિકાર કાર્યકર્તા સચ્ચર 1985માં દિલ્હી હાઈકોર્ટમાં મુખ્ય ન્યાયધીશ રહી ચુક્યા છે.