Short News

સૌરાષ્ટ્રમાં મેઘમહેર યથાવત, જૂનાગઢમાં 3 ઈંચ, વિલીંગ્ડન ડેમ ઓવરફ્લો

સૌરાષ્ટ્રમાં મેઘમહેર યથાવત, જૂનાગઢમાં 3 ઈંચ, વિલીંગ્ડન ડેમ ઓવરફ્લો

ગુરુવારથી સૌરાષ્ટ્રને મેઘરાજા ધમરોળી રહ્યા છે. ત્યારે આજે સવારથી જૂનાગઢ સહિત સોરઠ વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. જૂનાગઢમાં વધુ 3 ઈંચ વરસાદ પડતા વિલીંગ્ડન ઓવરફ્લો થઈ ગયો હતો. આ ઉપરાંત માળિયામાં સવારે 2 કલાકમાં 3 ઇંચ વરસાદ પડી ગયો હતો. તેમજ વિસાવદર, ભેંસાણમાં 2 ઈંચ વરસાદ પડ્યો હતો.  
પૂરગ્રસ્ત વિસ્તારના વાહરે પરેશ ધાનાણી, આ રીતે કરી મદદ

પૂરગ્રસ્ત વિસ્તારના વાહરે પરેશ ધાનાણી, આ રીતે કરી મદદ

સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદે ઘણી તારાજી સર્જી છે. ત્યારે કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી ઘણી જગ્યાએ પૂરગ્રસ્ત વિસ્તારોની રૂબરૂ મુલાકાત કરી હતી. એટલુ જ નહિ પણ રાહત કામગીરીના ભાગરૂપે અસરગ્રસ્ત ગામોમાં લોકોને ખોરાક પૂરો પાડવા માટે પરેશ ધાનાણી ખુદ માણેકપુર ગામે જઈ તાવડા પર બેસી ભજીયા તળીને ગામ લોકોને ખવડાવ્યા હતા. તેમજ ખેડૂતોની મુલાકાત લીધી.
મહિલા હોકી વિશ્વકપઃ આજે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ મુકાબલો

મહિલા હોકી વિશ્વકપઃ આજે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ મુકાબલો

આજથી મહિલા હોકી વર્લ્ડ કપ શરૂ થઈ રહ્યો છે. જેમાં આજે ટીમ ઈન્ડિયાનો પ્રથમ મુકાબલો લંડનમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ થશે. આ વખતે મહિલા ટીમ ટાઇટલનું લક્ષ્ય લઈને ટૂર્નામેન્ટમાં ઉતરી છે. ભારતને ગ્રુપ-બીમાં ઈંગ્લેન્ડ, આયર્લેન્ડ અને અમેરિકા સાથે રાખવામાં આવ્યું છે. ત્યારે મેચ પહેલા ભારતીય હોકી ટીમની કેપ્ટન રાનીએ કહ્યુ કે દબાવ અમારા પર નહીં પરંતુ ઈંગ્લેન્ડ પર હશે.
ધડકના વિલન આશુતોષે જાહ્નવીના કર્યા ભરપેટ વખાણ

ધડકના વિલન આશુતોષે જાહ્નવીના કર્યા ભરપેટ વખાણ

જાહ્નવી કપૂરની પહેલી બોલીવુડ ફિલ્મ ‘ધડક' 20મી જુલાઈના રોજ સિનેમાઘરોમાં રિલીઝ કરી દેવામાં આવી છે. ત્યારે ફિલ્મમાં વિલનની ભુમિકા કરનાર આશુતોષ રાણાએ જાહ્નવી સાથે કામ કર્યાના કેટલાક અનુભવો શેર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે આશુતોષ લાંબા સમયથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં છે. તેણે જાહ્નવી વિશે જણાવ્યુ કે, તે બહુ પ્રોફેશનલ છે અને કામને લઈને બહુ ફોકસ્ડ છે.  
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more