Short News

સોલાર મેન્યુફેક્ચરરને કેન્દ્ર તરફથી હજુ નથી મળ્યા સબસિડીના 200 કરોડ

સોલાર મેન્યુફેક્ચરરને કેન્દ્ર તરફથી હજુ નથી મળ્યા સબસિડીના 200 કરોડ

સોલાર રૂફટોપ મેન્યૂફેક્ચરર સામાન્ય રીતે ગ્રાહકોને સબસિડીનો લાભ આપતા હોય છે અને બાદમાં આ સબસિડી કેન્દ્ર તથા રાજ્ય સરકાર પાસેથી વસૂલ કરતા હોય છે. પરંતુ ગત સપ્ટેમ્બર મહિનાથી કેન્દ્ર સરકાર દ્વારા સબસિડીનું બાકી પેમેન્ટ જ નથી કરવામા આવ્યું. ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી દ્વારા 118 સોલાર રૂફટોપ પેનલ મેન્યુફેક્ચરરની સબસિડી મંજૂર થવા છતાં 200 કરોડ મળ્યા નથી.
ઉતરપ્રદેશઃ કુશીનગરમાં ટ્રેનની ઝપટે ચડી સ્કુલ વાન, 12 બાળકો સહિત 13ના મોત

ઉતરપ્રદેશઃ કુશીનગરમાં ટ્રેનની ઝપટે ચડી સ્કુલ વાન, 12 બાળકો સહિત 13ના મોત

ઉતપપ્રદેશના કુશીનગરમાં ખૂબ જ દુખદ ઘટના ઘટી છે. અહીં બાળકોને સ્કુલે લઈ જતી સ્કુલવાન એક ટ્રેન સાથે અથડાતા આ ઘટનામાં 13 લોકોના મોત નિપજ્યા છે. મૃત્યુ પામનારમાં 12 બાળકો અને એક સ્કુલવાનનો ડ્રાઈવર સામેલ છે. અકસ્માતમાં કેટલા બાળકો ઘાયલ થયાની જાણકારી મળી છે. માહિતી મળી છે કે આ સ્કુલ વાનમાં 25 બાળકો સવાર હતા.
સુપ્રીમ કોર્ટે કહ્યું, આધારને મોબાઈલ નંબર સાથે લિંક કરવાનો નથી આપ્યો આદેશ

સુપ્રીમ કોર્ટે કહ્યું, આધારને મોબાઈલ નંબર સાથે લિંક કરવાનો નથી આપ્યો આદેશ

આધાર કેસની સુનાવણી કરી રહેલી દેશની સર્વોચ્ચ અદાલતે કહ્યું કે તેમણે ક્યારેય મોબાઈલ નંબર સાથે આધારને લિંક કરવાનો આદેશ આપ્યો નથી. કોર્ટે વધુમાં જણાવ્યુ છે કે, સરકારે 6 ફેબ્રુઆરી, 2017ના રોજ આપવામાં આવેલા તેના આદેશનો ખોટો અર્થ લઈ લીધો છે. હકીકતમાં સુપ્રિમનું કહેવું હતુ કે, મોબાઈલ યુઝર્સ માટે આધાર કાર્ડ ફરજિયાત કરવા.
પરીક્ષા ટાણે ગુજરાત યુનિવર્સિટીમાં થઈ રહ્યુ છે ફિલ્મનું શુટિંગ, વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં

પરીક્ષા ટાણે ગુજરાત યુનિવર્સિટીમાં થઈ રહ્યુ છે ફિલ્મનું શુટિંગ, વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં

ગુજરાત યુનિવર્સિટી ફરી વાર વિવાદમાં ફસાઈ છે. યુનિ. કેટલોક ભાગ નજીવી રકમ માટે ભાડે આપ્યો છે. હેરિટેજ ટાવર ગણાતા યુનવર્સિટીમાં હાલ એક ફિલ્મનું શુટિંગ ચાલી રહ્યું છે. જેને લઈ કુલપતિ, રજિસ્ટ્રારની ઓફિસ, પરીક્ષા વિભાગ અને એકેડેમિક વિભાગમાં જવાની કોઈને પણ મંજૂરી નથી. ત્યારે પરીક્ષાઓના ટાણે જ વિદ્યાર્થીઓ ભારે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.