Short News

103 વર્ષીય વૃધ્ધાનું જીવતા જગતીયુ, મરણ પહેલા મરણને કર્યુ ઉજળુ

103 વર્ષીય વૃધ્ધાનું જીવતા જગતીયુ, મરણ પહેલા મરણને કર્યુ ઉજળુ

અમરેલીના લાઠી તાલુકાના નાનકડા એવા ગામ હિરાણાના વતની વિરાણી પરીવારે પોતાના માતૃશ્રી રખમાઈબાના 103 વર્ષ પૂર્ણ થતા "જીવતું જગતીયુ' રાખવામાં આવ્યું હતું. આ પ્રસંગે પોતાના સ્વજનો, સગા-સંબંધીઓને માતૃશ્રી મળી શકે અને બહેનો દીકરીઓને પોતાના હસ્તે દાન પુણ્ય કરી શકે અને બધી વિધિ પોતાની આંખે જોઈ શકે તે માટે વિરાણી પરિવારે આ આખા કાર્યક્રમનું આયોજન કર્યુ હતુ.
ગુજરાતની ભાજપ સરકાર 10,00 કરોડના ખર્ચે 7 મોટા ડેમ બાંધશે

ગુજરાતની ભાજપ સરકાર 10,00 કરોડના ખર્ચે 7 મોટા ડેમ બાંધશે

ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા ઘણી વખત ભાજ૫ના છેલ્લા 22 વર્ષના શાસનમાં રાજ્યમાં એક ૫ણ મોટો નવો ડેમ ન બંધાયો હોવાના મારવામાં આવતા મ્હેણાને ભાંગવા સરકારે રૂપિયા 10,000 કરોડના ખર્ચે 7 મોટા ડેમ બાંધવાનું આયોજન કર્યું છે. સરકાર દ્વારા ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે નોંધપાત્ર કહી શકાય તેવા પાંચથી સાત ડેમ બાંધવામાં આવશે. દરિયામાં વહી જતા પાણીનો સંગ્રહ કરીને ભરવામાં આવશે.
RSS સાથે જોડાયેલી વ્યક્તિઓ કોમવાદી કે અસામાજિક નથી

RSS સાથે જોડાયેલી વ્યક્તિઓ કોમવાદી કે અસામાજિક નથી

હૈદરાબાદના મક્કા મસ્જિદ વિસ્ફોટ કેસમાં સુનાવણી દરમિયાન સ્પેશયલ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ કે. રવિન્દર રેડ્ડીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને લઈને એક મહત્વપૂર્ણ ટીપ્પણી કરી છે. જસ્ટિસ રવિન્દ્ર રેડ્ડીએ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા રજૂ કરવામાં આવેલા તર્કને ફગાવતા કહ્યુ હતુ કે આરએસએસ સાથે જોડાવાનો મતલબ એ નથી કે વ્યક્તિ કોમવાદી હોય અથવા તો અસામાજિક છે.
ફ્લાઇટમાં 7 મચ્છર માર્યાનું કહેતા જ ટ્વીંકલ ખન્ના થઇ ટ્રોલ

ફ્લાઇટમાં 7 મચ્છર માર્યાનું કહેતા જ ટ્વીંકલ ખન્ના થઇ ટ્રોલ

બોલિવૂડ એક્ટર અક્ષય કુમારની પત્ની ટ્વિંકલ ખન્ના મચ્છર મારવા જેવી બાબતમાં ટ્વીટર પર ટ્રોલ થઇ છે. ટ્વીંકલે એક ટ્વીટમાં લખ્યું કે, મુંબઈથી ટેકઓફ કરતી એરલાઈન- જિંદગીની રક્ષા કરનારી વસ્તુઓના બદલે સીટની નીચે ઓડોમોસ પણ રાખો. અત્યારે હાલ મેં 7 મચ્છર માર્યા. ડૂબવા કરતા ડેંગ્યૂથી મરવાનો ડર વધારે છે. યુઝરે લખ્યું, તમારા સાત ખૂન માફ, એરલાઈન્સ પાસેથી શું અપેક્ષા કરો છો.