Short News

વલસાડઃ પરણિત મહિલા પર 4 નરાધમોએ ગુજાર્યો સામુહિક બળાત્કાર

વલસાડઃ પરણિત મહિલા પર 4 નરાધમોએ ગુજાર્યો સામુહિક બળાત્કાર

વલસાડ નજીકના વિસ્તારમાં રહેતી એક 23 વર્ષીય પરણિત મહિલાનું ગત રાત્રે બે શખ્સો બાઈક પર અપહરણ કરી ગયા હતા. તેમજ વલસાડ કોલેજની પાછળ અવાવરૂં જગ્યાએ લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો બાદમાં અન્ય બે મિત્રોને પણ બોલાવ્યા હતા જેમાંથી એકે મહિલા પર દુષ્કર્મ આચરી માર માર્યા બાદ ફરાર થઈ ગયા હતા. મહિલાએ પોલીસને જાણ કરતા, તમામને જેલ હવાલે કરાયા છે.
ગુજરાતમાં 26 જૂન બાદ ચોમાસુ બેસવાની શક્યતા : હવામાન વિભાગ

ગુજરાતમાં 26 જૂન બાદ ચોમાસુ બેસવાની શક્યતા : હવામાન વિભાગ

હવામાન ખાતાએ પહેલાં આગાહી કરી હતી કે ગુજરાતમાં જૂનના પહેલા સપ્તાહમાં ચોમાસું બેસી જશે કારણ કે કેરળમાં મેના છેલ્લા સપ્તાહમાં નૈઋત્યના ચોમાસાનું આગમન થઈ ગયું છે. ત્યારબાદ 15 જૂન અને પછી 20 જૂનની તારીખ આવી હતી. હવે હવામાન ખાતાએ ફરી નવી મુદત આપી છે અને આગાહી કરી છે કે આગામી પાંચ દિવસ સુધી ચોમાસાના આગમનના કોઈ એંધાણ નથી અને 26 જૂનની આસપાસ વરસાદ પડી શકે છે.
Facebookનું આ ફિચર વાપરવા માટે ચુકવવો પડશે ચાર્જ !

Facebookનું આ ફિચર વાપરવા માટે ચુકવવો પડશે ચાર્જ !

સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુક હવે કેટલાંક ગ્રુપ્સ માટે સબસ્ક્રીપ્શન ચાર્જ ફિચર લૉન્ચ કરવા જઇ રહ્યું છે. આ એક્ટિવ ગ્રુપમાં સામેલ થવા અથવા ગ્રુપના કન્ટેન્ટને એક્સેસ કરવા માટે તમારે મહિનાના 340 રૂપિયાથી લઇને 2,044 રૂપિયા સુધીનો ચાર્જ આપવો પડશે. આ મેમ્બરશિપ ફીની શરૂઆતમાં ફક્ત ભોજન બનાવતા અને ઘરને સાફ કરનારા ગ્રુપ માટે હશે.
બિન નિવાસી ગુજરાતીઓ ઓનલાઇન અરજી કરી મેળવી શકશે 'ગુજરાત કાર્ડ'

બિન નિવાસી ગુજરાતીઓ ઓનલાઇન અરજી કરી મેળવી શકશે 'ગુજરાત કાર્ડ'

બિન નિવાસી વિભાગ મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, વિદેશમાં કે અન્ય રાજયોમાં વસતા ગુજરાતીઓ રાજ્યના વિકાસમાં સહભાગી બને અને તેમના પ્રશ્નો-સમસ્યાઓનો હકારાત્મક ઉકેલ લાવી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત કાર્ડ યોજના થકી ‘‘ગુજરાત કાર્ડ'' આપવામાં આવે છે. ગુજરાતીઓ વિદેશમાં www.nri.gujarat.gov.in પર ઓન લાઇન સુવિધા રાજ્ય સરકારે ઉપલબ્ધ બનાવી છે.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more