Short News

ભારતના 31માંથી 11 CM પર ચાલે છે ક્રિમિનિલ કેસ

ભારતના 31માંથી 11 CM પર ચાલે છે ક્રિમિનિલ કેસ

એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) અને નેશનલ ઇલેક્શન વોચ (NEW)એ જાહેર કરેલા રિપોર્ટ અનુસાર રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશના કુલ 31 મુખ્યમંત્રીમાંથી 11 એટલે કે 35 ટકા નેતાઓએ પોતાની પર લાગેલા કેસને સાર્વજનિક કર્યાં છે. સૌથી વધુ 22 ક્રિમિનલ કેસ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પર છે.
BSNLની ધાંસુ ઓફર: માત્ર 1 રૂપિયામાં અનલિમિટેડ ડેટા

BSNLની ધાંસુ ઓફર: માત્ર 1 રૂપિયામાં અનલિમિટેડ ડેટા

બીએસએનએલ પોતાના યુઝર્સને એક રૂપિયામાં અનલિમિટેડ ડેટા આપશે. સ્માર્ટફોન અને ટેબલેટ નિર્માતા કંપની ડેટાવિન્ડ સાથે મળીને બીએસએનએલ યુઝર્સને આ ઓફર આપશે. ફેબ્રુઆરી અંત કે માર્ચમાં આ ઓફર ઉપલબ્ધ બનશે. આ સુવિધા માટે ડેટાવિન્ડની પેંટેન્ટ એપ ‘મેરાનેટ'નો ઉપયોગ કરાશે. એપ એન્ડ્રોઈડ-જાવા બેઝ્ડ ફોન પર કામ કરશે.
135 કરોડના ખર્ચે નવનિર્મિત ગુજરાત વિધાનસભાનું લોકાર્પણ

135 કરોડના ખર્ચે નવનિર્મિત ગુજરાત વિધાનસભાનું લોકાર્પણ

ગાંધીનગર ખાતે આશરે ૧૩૫ કરોડના ખર્ચે નવનિર્મિત ગુજરાત વિધાનસભા ભવનનું લોકાર્પણ કર્યું હતું. ગુજરાત વિધાનસભાના પટાંગણમાં શાસ્ત્રોક્ત વિધિથી યજ્ઞનું આયોજન કરાયું હતું. આ વેળાએ રાજ્યપાલશ્રીએ પૂજન-અર્ચનમાં ભાગ લઇ ભવનનું લોકાર્પણ કર્યું હતું.

PNB Scam : ચોરી ઉપર શિરજોરી, નિરવ મોદીએ કહ્યું તમારો વાંક

PNB Scam : ચોરી ઉપર શિરજોરી, નિરવ મોદીએ કહ્યું તમારો વાંક

પીએનબી કૌભાંડના મુખ્ય આરોપી તેવા નિરવ મોદીએ એક પત્ર લખીને બેંકનો વાંક કાઢ્યો છે. જેમાં તેણે કહ્યું કે દેવાની વાત જાહેર કરીને બેંકે તેને દેવું પાછું આપવાની તમામ સંભાવનાઓ બંધ કરી દીધી છેે. એટલું જ નહીં નિરવ મોદીએ આ મામલે બેંકને બીજું પણ ધણું સંભળાવ્યું છે. ત્યારે આ અંગે વધુ વાંચો અહીં.