Short News

સ્ટોક માર્કેટમાં રોકાણ કરતા પહેલા યાદ રાખો આ છ વાત

સ્ટોક માર્કેટમાં રોકાણ કરતા પહેલા યાદ રાખો આ છ વાત

સ્ટોક માર્કેટમાં રોકાણ કરતા પહેલા કેટલીક બાબતો જાણવી જોઇએ. પોતાની બચતનું રોકાણ ન કરો. સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાનમાં સમયાંતરે રોકાણ કરો. જોખમ અને પૈસા સાવધાનીથી મેનેજ કરો. તમારી બધી જ રકમ એક જ સ્ટોકમાં ન લગાવો. સ્ટોકના જુદા જુદા પોર્ટફોલિયો બનાવો, જેના કારણે તમારુ જોખમ ઘટી જશે. લોંગ ટર્મ માટે કરો રોકાણ. રોકાણ કરતા પહેલા જે તે કંપની વિશે બરાબર જાણી લો.
આ રીતે કરો શનિદેવની ઉપસના, મળશે તમામ દુઃખોમાંથી મુક્તિ

આ રીતે કરો શનિદેવની ઉપસના, મળશે તમામ દુઃખોમાંથી મુક્તિ

હિન્દુ ધર્મમાં શનિદેવ દંડનાયક તરીકે પ્રસિધ્ધ છે. ત્યારે તમામ ખરાબ કર્મો પર શનિદેવની વાંકી ચાલ કોઈ પણ દુઃખ કે પીડા દ્વારા પોતાના ભક્તને સાચો માર્ગ બતાવવા માટે કષ્ટો આપે છે. ત્યારે શનિદેવની ઉપસાનાનું ઘણું મહત્વ રહેલુ છે. શનિની પૂજા અને અર્ચના માટે કાળા અડદ અને સરસિયાનું તેલ જરૂર અર્પણ કરવું જોઇએ. આ માટે વધુ માહિતી માટે ડાબી બાજુ સ્ક્રોલ કરો.
કબડ્ડી માસ્ટર્સ ચેમ્પિયનશીપઃ ભારતે પાકિસ્તાનને દે પટકા, જીતથી કરી શરૂઆત

કબડ્ડી માસ્ટર્સ ચેમ્પિયનશીપઃ ભારતે પાકિસ્તાનને દે પટકા, જીતથી કરી શરૂઆત

કબડ્ડી માસ્ટર્સ ચેમ્પિયનશીપમાં ભારતે પોતાની શરૂઆત જીતથી કરી દીધી છે. જીતની પ્રબળ દાવેદાર ભારતીય ટીમે પોતાની પ્રતિસ્પર્ધી પાકિસ્તાની ટીમને 36-20થી હાર આપી શાનદાર પ્રવેશ કર્યો છે. ભારત તરફથી કબડ્ડી ટીમના કેપ્ટન અજય ઠાકુરના લીધે ભારતે બ્રેક સુધીમાં 22-9થી આગળ હતુ. ભારતીય ટીમે હાફ ટાઈમ સુધીમાં 13 અંકથી આગળ રહી શાનદાર જીત મેળવી હતી.
ડાંગમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, જાણો ક્યા કેટલો વરસાદ

ડાંગમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, જાણો ક્યા કેટલો વરસાદ

દક્ષિણ ગુજરાતના ડાંગ અને તાપીમાં શુક્રવારે સાંજે મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી કરી હતી. મુશળધાર વરસાદને લીધે ઠેર-ઠેર ઇલેક્ટ્રિક ડી.પી. અને વૃક્ષો ધરાશયી થતાં વાહન ચાલકોએ ભારે મુશ્કેલી અનુભવી હતી. પરંતુ ધરતીપુત્રોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ડાંગના વઘઈમાં 5 ઈંચ, સુબિરમાં દોઢ ઈંચ તેમજ તાપીના ઉચ્છલ- નિઝરમાં 40 મી.મી. જેટલો વરસાદ નોંધાયો હતો.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more