Short News

'આધાર'નું આ નવું ફીચર જુલાઇથી કરાવશે બધાને ફાયદો

'આધાર'નું આ નવું ફીચર જુલાઇથી કરાવશે બધાને ફાયદો

આધાર કાર્ડ વેરિફિકેશન માટે જલદી ફેસ ઓથેન્ટિકેશનની સુવિધા શરૂ થશે. UIDAI આ નવા ફીચરને પહેલી જુલાઈના રોજ લોન્ચ કરશે. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)એ દાવો કર્યો છે કે ફેસ ઓથેન્ટિકેશન ફીચરથી 100 ટકા વૃદ્ધોને ફાયદો થશે. UIDAIએઓ આ સંગલ્ન કેટલાક તથ્યો સુપ્રીમ કોર્ટમાં રજુ કર્યાં. UIDAI અનુસાર આધાર વેરિફિકેશનની રીતથી 83 ટકા વૃદ્ધો સંતુષ્ટ છે.
આવતા વર્ષે IPL ભારતમાં નહીં રમાય, જાણો ક્યાં રમાશે?

આવતા વર્ષે IPL ભારતમાં નહીં રમાય, જાણો ક્યાં રમાશે?

આગામી વર્ષે એટલે કે 2019માં રમાનારી IPL ટૂર્નામેન્ટ ભારતની બહાર રમાઈ શકે તેવી શક્યતા છે. આગામી વર્ષે IPLની તારીખો જો લોકસભાની ચૂંટણી સાથે ટકરાશે તો ટૂર્નામેન્ટનું આયોજન UAEમાં થઈ શકે છે. IPLની 12મી સીઝન આગામી વર્ષે 29 માર્ચથી 19 મેની વચ્ચે થવાની છે. BCCI એ વાતથી વાકેફ છે કે તે સમયગાળામાં લોકસભાની ચૂંટણી પણ આવી શકે છે.
કર્ણાટકના એક ગામમાં 30 બાળકનું નામ સિદ્ધા રમૈયા

કર્ણાટકના એક ગામમાં 30 બાળકનું નામ સિદ્ધા રમૈયા

કર્ણાટકમાં વિધાનસભાનો ચૂંટણીમાં જે એક નામની ચર્ચા છે તે છે સિદ્ધા રમૈયા. સિદ્ધા રમૈયા સતત ભાજપ પર હુમલા કરી રહ્યા છે. તેઓ બીજેપીના નિશાના પર પણ છે. આ બધાની વચ્ચે કર્ણાટકમાં એક એવું પણ ગામ છે કે જ્યાં એક બે નહીં પરંતુ 30 સિદ્ધા રમૈયા છે. કર્ણાટકના સિદ્ધા રામાગુડી ગામ જે મુખ્યપ્રધાનનું જ ગામ છે. અહીં ઘણાં બાળકો એવા છે કે જેનું નામ સિદ્ધા રમૈયા છે.
ભારતમાં Traffic જામની અસરથી થાય છે આટલા રૂપિયાનું નુકસાન

ભારતમાં Traffic જામની અસરથી થાય છે આટલા રૂપિયાનું નુકસાન

ભારતના નાના મોટા શહેરોમાં પીક અવર્સમાં ટ્રાફિક જામ સામાન્ય બાબત છે. વૈશ્વિક કન્સલ્ટન્સી કંપનીના અભ્યાસ અનુસાર ભારતમાં પીકના કલાકોમાં સવારે 7-9 અને સાંજે 6-8 માં નોર્મલ કરતા ડોઢ ગણા લોકો રસ્તા પર વાહન ચલાવી રહ્યા હોય છે. શહેરી પરિવહન નિષ્ણાત પ્રોફેસર એન રંગાનાથના જણાવ્યું અનુસાર આ જામને કારણે દેશની અર્થવ્યવસ્થાને વાર્ષિક રૂ. 1.47 કરોડના મૂલ્યનો ચૂનો લાગે છે.