Short News

ભય્યૂજી મહારાજે પોતાની તમામ સંપતિ કરી દીધી સેવકના નામે

ભય્યૂજી મહારાજે પોતાની તમામ સંપતિ કરી દીધી સેવકના નામે

આધ્યાત્મક ગુરુ ભય્યૂજી મહારાજ આત્મહત્યા મામલે નવો વળાંક આવ્યો છે જેમાં પોલીસને મળેલી સુસાઈડ પરથી જાણવા મળ્યુ છે કે ભય્યુજી મહારાજે પોતાની તમામ સંપતિ પોતાના સૌથી નજીકના સેવક વિનાયકના નામે કરી દીધી છે. વિનાયક છેલ્લા 15 વર્ષોથી ભય્યૂજી મહારાજની સેવા કરી રહ્યો હતો, ભય્યુજીએ પોતાના આશ્રમ, સ્થાવર અને જંમગ મિલકતની જવાબદારી વિનાયકને આપી દીધી છે.
સૌરાષ્ટ્રના ખેડૂતોને વરસાદની જોવી પડશે રાહ, આગોતરૂ વાવેતર ન કરવા સલાહ

સૌરાષ્ટ્રના ખેડૂતોને વરસાદની જોવી પડશે રાહ, આગોતરૂ વાવેતર ન કરવા સલાહ

ગુજરાત રાજ્યમાં ખેડૂતો ચોમાસાની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. ત્યારે સૌરાષ્ટ્રમાં ખેડૂતોને હજી 10 દિવસ વધારે રાહ જોવી પડશે તેવી હવામાન ખાતેએ આગાહી કરી છે, હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે સૌરાષ્ટ્રમાં 1 જૂલાઇ સુધી ચોમાસું લંબાઇ શકે તેવી શક્યતાઓ છે ત્યારે સૌરાષ્ટ્રના ખેડૂતોને આગોતરૂ વાવેતર ન કરવા સૂચના આપવામાં આવી છે.
એરપોર્ટ VIP લોન્જમાં મળ્યો 6 ફૂટ લાંબો ઝેરીલો સાપ

એરપોર્ટ VIP લોન્જમાં મળ્યો 6 ફૂટ લાંબો ઝેરીલો સાપ

પુડુચેરી હવાઈમથક પર ત્યારે હડકંપ મચી ગયો, જયારે એરપોર્ટના વીઆઈપી લોન્જમાં 6 ફૂટ લાંબો ઝેરીલો સાપ જોવા મળ્યો. એરપોર્ટના વીઆઈપી લોન્જમાં ઝેરીલો સાપ કાઉચની નીચે ફન ફેલાવીને બેઠો હતો. એરપોર્ટ લોન્જમાં સાપ હોવાની ખબર મળતા જ ત્યાં અફરાતફરી મચી ગયી. એરપોર્ટ લોન્જમાં તે સમયે એરપોર્ટ ઔરથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારીઓની બેઠક ચાલી રહી હતી.
કેન્દ્રીય મંત્રી નકવીનો કેજરીવાલ પર કટાક્ષઃ ધરણામાં હીરો, કામમાં ઝીરો

કેન્દ્રીય મંત્રી નકવીનો કેજરીવાલ પર કટાક્ષઃ ધરણામાં હીરો, કામમાં ઝીરો

છેલ્લા 7 દિવસથી ઉપરાજ્યપાલના ઘરે ધરણા પર બેઠેલા દિલ્હીના સીએમ કેજરીવાલ અને તેના મંત્રીમંડળના સભ્યો પર કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ કટાક્ષ કર્યો છે. તેમણે કેજરીવાલ પર કટાક્ષ કરતા કહ્યુ કે ધરણામાં હીરો, કામ કરવામાં ઝીરો, કરવું કંઈજ નથી. ઉલ્લેખનીય છે સતત સાત દિવસથી હડતાળ પર ઉતરેલા આપ નેતા સત્યેન્દ્ર જૈનની રવિવારે રાત્રે તબિયત લથડી હતી.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more