Short News

PNBની મુંબઇ બ્રાન્ચમાં અબજોનું કૌભાંડ ઝડપાયું

PNBની મુંબઇ બ્રાન્ચમાં અબજોનું કૌભાંડ ઝડપાયું

પંજાબ નેશનલ બેન્કના અંદાજે 1.77 અબજ ડોલર (અંદાજે 1 લાખ 13 હજાર કરોડ રૂપિયા)ના કૌભાંડનો પર્દાફાશ થયો છે. પંજાબ નેશનલ બેન્કે મુંબઇની એક બ્રાન્ચમાંથી કપટ દ્વારા બિનસત્તાવાર ટ્રાન્ઝેકશન પકડ્યા, જેના દ્વારા અમુક અકાઉન્ટ હોલ્ડર્સને ફાયદો પહોંચાડવામાં આવી રહ્યો હતો. આ માહિતી બેન્કે BSEને આપી છે.
ગુજરાતનું પ્રથમ બજેટ 115 કરોડ રૂપિયા હતું

ગુજરાતનું પ્રથમ બજેટ 115 કરોડ રૂપિયા હતું

ગુજરાતનું પ્રથમ બજેટ રજૂ કરનાર ડૉ. જીવરાજ મહેતા હતા. એ વખતે તેઓ મુખ્યપ્રધાન પણ હતા અને નાણાંપ્રધાનનો હવાલો પણ તેમની પાસે હતો. તારીખ 22 ઓગસ્ટ 1960ના રોજ કામચલાઉ વિધાનસભા અમદાવાદ ખાતેથી પ્રથમ બજેટ રજૂ કરાયુ હતુ. ગુજરાતનું પ્રથમ બજેટ કુલ રૂપિયા 115 કરોડનું હતુ જેમાં મહેસુલી આવક 54 કરોડ 25 લાખ હતી અને ખર્ચા 58 કરોડ 12 લાખ હતો.
જમ્મુ કાશ્મીરઃ એર ફોર્સ સ્ટેશન નજીક આતંકી હુમલો

જમ્મુ કાશ્મીરઃ એર ફોર્સ સ્ટેશન નજીક આતંકી હુમલો

જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં વાયુસેનાનાં એક સ્ટશન નજીક મંગળવારે સાંજે આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. અચારનક હુમલો થતા ભારતીય સેનાએ પણ જવાબમાં ગોળીબારી કરી હતી, જેથી આતંકીઓ પલાયન કરી ગયા હતા. જો કે સેનાએ આખા ઈલોકાની ઘેરાબંધી કરી સર્ચ ઓપરેશન કરી દીધુ છે. બીજી તરફ પાકિસ્તાની સેનાના ગોળીબારમાં એક જવાન ઘાયલ થયો છે.
બેંક ડૂબી જાય તો ખાતેદારોના પૈસા કેટલા સુરક્ષિત?

બેંક ડૂબી જાય તો ખાતેદારોના પૈસા કેટલા સુરક્ષિત?

ભારતમાં સરકારી ડિફોલ્ટર બને તો ખાતેદારોના નાણા જવાબદારી સરકારની હોવાથી તે સુરક્ષિત છે. પ્રાઇવેટ બેંકમાં આવું થાય તો બેંકને શોર્ટ નોટિસ પર રિકવરી ટાઇમ અપાય છે. બેંકોએ પોતાની પાસે એટલા પૈસા રિઝર્વ રાખવાના હોય છે કે તે કસ્ટમરને તેના પૈસા પરત કરી શકે.