Short News

BJP શાસિત ગામો કેમ થઇ રહ્યા છે ખાલી?

BJP શાસિત ગામો કેમ થઇ રહ્યા છે ખાલી?

ભાજપના શાસનમાં લોકો ડરને કારણે ગામ ખાલી કરી રહ્યા છે. મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લાથી 22 કિલોમીટર દૂર આવેલા ટપરા ગામમાં ગુંડાઓના ડરથી 100 જેટલા પરિવારોએ ગામ છોડીને જતા રહેવું પડ્યું છે. ગામ ખાલી થઈ જતા પ્રાઈમરી સ્કૂલમાં ભણવાવાળુ કોઈ નથી.
નીરવ મોદી, મોહુલ ચોક્સીની 126 બનાવટી કંપનીઓ જાહેર

નીરવ મોદી, મોહુલ ચોક્સીની 126 બનાવટી કંપનીઓ જાહેર

PNB કૌભાંડમાં ઇડીએ નીરવ મોદી અને મેહુલ ચોક્સીના 17 ઠેકાણાઓ પર દરોડા પાડી તપાસ આગળ વધારી છે. આ તપાસમાં બહાર આવ્યું છે કે નિરવ મોદી અને મેહુલ ચોકસીની 126 કથીત કંપનીઓ બનાવટી છે. જેમાથી 78 કંપનીઓ નિરવ મોદી નામે છે. બાકીની 48 કંપની મેહુલ ચોકસીની છે.
તૈમૂર નહીં, ટ્રુડોનો પુત્ર છે ઇન્ટરનેટ સેન્સેશન

તૈમૂર નહીં, ટ્રુડોનો પુત્ર છે ઇન્ટરનેટ સેન્સેશન

જસ્ટિન ટ્રુડો પોતાના 'કૂલ' અંદાજ માટે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે, પરંતુ ભારત આવ્યા ત્યારે બધાની નજર પીએમ જસ્ટિન ટ્રુડોના નાના પુત્ર હેડ્રી પર હતી, હેડ્રીની ક્યૂટનેસના લીધે મોટાભાગે ઇન્ટરનેટ પર ચર્ચામાં રહેનાર કરીના અને સૈફના પુત્ર તૈમૂરને પાછળ છોડી દીધો છે. કોણ વધુ ક્યૂટ છે?
ચૂંટણી : બનાસકાંઠામાં 57 ટકા, ખેડામાં 47 ટકા મતદાન

ચૂંટણી : બનાસકાંઠામાં 57 ટકા, ખેડામાં 47 ટકા મતદાન

ગુજરાતના બે જિલ્લા અને 17 તાલુકા પંચાયતનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું. બનાસકાંઠા જિલ્લા પંચાયતની કુલ 66 માંથી 65 બેઠકો પર મતદાન થયું. બનાસકાંઠા જિલ્લામાં 57.56 ટકા મતદાન નોંધાયું છે. ખનઢોર ઊંબરી અને હડાદનું મતદાન રદ કરાયું હતું. ખેડાની 44 પંચાયતમાં 46 ટકા મતદાન નોંધાયું છે.