Short News

‘આયુષ્યમાન ભારત’ યોજના અંતર્ગત છત્તીસગઢના ડોક્ટર્સનો ઈલાજ કરવાથી ઈનકાર

‘આયુષ્યમાન ભારત’ યોજના અંતર્ગત છત્તીસગઢના ડોક્ટર્સનો ઈલાજ કરવાથી ઈનકાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહત્વાકાંક્ષી યોજના 'આયુષ્યમાન ભારત'ને ને ભાજપ શાસિત રાજ્ય છત્તીસગઢમાં જ ઝાટકો પડ્યો છે. છત્તીસગઢ મેડિકલ એસોસિએશને આયુષ્માન ભારતના આરોગ્ય કેન્દ્રોમાં સેવાઓ પૂરી પાડવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો છે. તેમની દલીલ છે કે, મુખ્યમંત્રી સ્વાસ્થ્ય બીમા યોજનાના(MSBY)પેકેજ દરથી પણ આયુષ્યમાન ભારતના દર 40 ટકાથી પણ ઓછા છે.
ગૌરી સાથેના 27 વર્ષના લગ્ન જીવન અંગે શાહરૂખે કહ્યું આવું

ગૌરી સાથેના 27 વર્ષના લગ્ન જીવન અંગે શાહરૂખે કહ્યું આવું

શાહરૂખ ખાને પોતાના એક ચાહકને જવાબ આપ્યો હતો. Instagram પર ચાલી રહલા #AskSRK સેશનમાં શાહરૂખને એક ચાહકે ગૌરીખાન અને અબરામથી જોડાયેલ સવાલો પૂછતા તેણે ખુલીને આ પ્રશ્નોના જવાબ આપ્યા હતા. ચાહકે સવાલ કર્યો હતો કે, સર, તમે આટલું ઝડપથી લગ્ન કેમ કર્યા..? શાહરૂખે જવાબ આપ્યો કે, ભાઇ પ્રેમ અને લગ્ન ગમે ત્યારે આવી જાય છે, મારી જીંદગીમાં બંન્ને ગૌરીની સાથે જ આવ્યા હતા.
આ મ્યુઝિયમમાં રાખવામાં આવી છે દુનિયાની સૌથી પ્રાચીન વસ્તુઓ

આ મ્યુઝિયમમાં રાખવામાં આવી છે દુનિયાની સૌથી પ્રાચીન વસ્તુઓ

ઇઝરાયલની સ્ટિનહાર્ટ મ્યૂઝિયમ ઓફ નેશનલ હિસ્ટરીને દર વર્ષે 'તેલ અવીવ યુનિવર્સિટી' ના સ્ટુડન્ટના પૂર્વાવલોકન માટે ખોલવામાં આવે છે. જ્યાં જઇને યુનિવર્સિટીના લોકો ઇઝરાયલના રાષ્ટ્રીય પ્રાકૃતિક ઇતિહાસ સંગ્રહને જુએ છે અને તેમને જાણવાનો પ્રયત્ન કરે છે. જીવ અને વનસ્પતિઓ આ મ્યૂઝિયમમાં 5.5 મિલિયન કરતાં વધારે જીવ અને વનસ્પતિઓને સંગ્રહ કરીને મૂકવામાં આવ્યા છે.
શું ‘તારક મેહતા’ શૉમાં હવે ડૉ. હાથીના પાત્રનો અંત આવી જશે?

શું ‘તારક મેહતા’ શૉમાં હવે ડૉ. હાથીના પાત્રનો અંત આવી જશે?

ટીવીના પોપ્યુલર શૉ તારક મેહતા કા ઉલટા ચશમામાં એક મહત્વનું પાત્ર ભજવતા કવિ કુમાર આઝાદ એટલે કે ડોક્ટર હાથીના એકાએક નિધનથી શૉના નિર્માતાઓ ડોક્ટર હાથીના કેરેક્ટરનો અંત લાવી દેશે કે પછી કોઈ બીજાને કાસ્ટ કરશે? એક ઈન્ટર્વ્યુમાં શૉના પ્રોડ્યુસર અસિત મોદીએ જણાવ્યુ હતું કે, અમને કવિ કુમાર આઝાદના અવસાનથી અત્યંત દુ:ખી છીએ. તેમના કેરેક્ટરને શૉમાં ચાલુ રાખવામાં આવશે.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more