Short News

મણિશંકર ઐયરને કોંગ્રેસ કરી શકે છે બરતરફ

મણિશંકર ઐયરને કોંગ્રેસ કરી શકે છે બરતરફ

ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન વડાપ્રધાનને 'નીચ' કહ્યા બાદ કોંગ્રેસમાંથી સસ્પેન્ડ થયેલા મણિશંકર ઐય્યરને પાર્ટીમાંથી કાઢી મૂકવામાં પણ આવી શકે છે. તેના સંકેત પાર્ટીના સિનિયર લીડર વી. હનુમંથા રાવે મંગળવારે આપ્યા. રાવ ઐય્યરે સોમવારે કરાચીમાં આપેલા નિવેદનથી નારાજ છે.
આગામી મહિનાથી આ કાર થશે મોંઘી જાણો ભાવ વધારો કરાયો

આગામી મહિનાથી આ કાર થશે મોંઘી જાણો ભાવ વધારો કરાયો

આગામી મહિનાથી સ્કોડા કંપનીની કારમાં ભાવ વધારો આવશે. કંપનીએ કિંમતોમાં વધારો ઝિંકવા માટે બજેટમાં વધારવામાં આવેલી કસ્ટમ ડ્યુટીને જવાબદાર ઠેરવી છે. કંપનીએ જણાવ્યું હતું કે, માર્ચથી તમામ મોડલની કિંમતમાં 1 ટકા સુધીનો વઘારો કરાશે. તેની સાથે જ 10 હજાર રૂપિયાને બદલે 35 હજાર રૂપિયા થઈ જશે. સ્કોડા બાદ અન્ય કાર કંપનીઓ પણ કારની કિંમતો વધારી શકે છે.
ટંકારા હાઈવે પર એસટી અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત. 2નાં મોત

ટંકારા હાઈવે પર એસટી અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત. 2નાં મોત

મોરબીના ટંકારા હાઈવે પર ગમખ્વાર અકસ્માત થયાની જાણકારી મળી છે. એસટી બસ અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બે વ્યક્તિના મોત થયા છે તેમજ એક વ્યક્તિને ઈજા થતા નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. અકસ્માતને કારણે હાઇવે પર ટ્રાફિક સર્જાયો હતો. માહિતી મળતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી અકસ્માત ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ફિલ્મ કિક-2માં સલમાન જોવા મળશે આ અભિનેત્રી સાથે

ફિલ્મ કિક-2માં સલમાન જોવા મળશે આ અભિનેત્રી સાથે

તાજેતરમા કિક-2નું જાહેરાત થઈ છે. જેમાં સલમાન ખાન ફરી એક્શન અવતારમાં જોવા મળશે. જો કે ફર્નાન્ડિઝનું પત્તુ કપાઇ ગયું છે તેની જગ્યાએ એમી જેક્શનનું નામ ચર્ચાઈ રહ્યું છે.સલમાન એમીની સાથે પડદા પર દેખાશે, સાજિદ નડિયાદવાળાએ થોડા દિવસ અગાઉ જ આવનારી ફિલ્મ કિક-2ની જાહેરાત કરી દીધી છે. આ ફિલ્મમાં સલમાન ખાન મુખ્ય પાત્ર ભજવી રહ્યો છે.