Short News

કર્ણાટક બાદ ગોવામાં અને કોંગ્રેસ અને બિહારમાં આરજેડી એક્ટિવ

કર્ણાટક બાદ ગોવામાં અને કોંગ્રેસ અને બિહારમાં આરજેડી એક્ટિવ

કર્ણાટકમાં ભાજપને સૌથી મોટી પાર્ટી ગણાવી રાજ્યપાલ વજુભાઈ વાળા જે રીતે સરકાર રચવા આમંત્રણ આપ્યુ છે ત્યારે ગોવામાં કોંગ્રેસ અને બિહારમાં આરજેડી એક્ટિવ થયા છે. તેમજ રાજ્યાપાલના દ્વાર ખખડાવવા માટે તૈયાર થયા છે. ગોવામાં કોંગ્રેસ મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી પરંતુ સરકાર રચી શકી નહોતી ત્યારે કોંગ્રસ ગોવામાં પણ કર્ણાટક જેવી ફોર્મુલા અપનાવવા અપીલ કરી શકે છે.
અંકલેશ્વરમાં ભત્રીજીને આશીર્વાદ આપી લગ્નમંડપમાં જ કાકાએ કર્યું અગ્નિસ્નાન

અંકલેશ્વરમાં ભત્રીજીને આશીર્વાદ આપી લગ્નમંડપમાં જ કાકાએ કર્યું અગ્નિસ્નાન

અંકલેશ્વર નજીકના હાંસોટ તાલુકામાં ધમરાડ ગામ ખાતે રહેતા 55 વર્ષીય સના રાઠોડ સોમવારે સાંજે ગામમાં પોતાના ભાઈની દીકરીના લગ્ન ચાલી રહ્યા હતા તે દરમિયાન ભત્રીજીને આર્શિર્વાદ આપ્યા બાદ મંડપ બાજુમાં જઈ અચાનક પોતાના શરીરે કેરોસીન છાંટી દિવાસળીથી આગ ચાંપી દીધી હતી. ભડકે બળવા લાગતા મંડપમાં દોડધામ પછી જવા પામી હતી. 108 બોલાવી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ત્રિપુરામાં મુશળધાર વરસાદ: ભૂસ્ખલનથી 6નાં મોત, 13,000 બેઘર

ત્રિપુરામાં મુશળધાર વરસાદ: ભૂસ્ખલનથી 6નાં મોત, 13,000 બેઘર

ભારતના પૂર્વોત્તર રાજ્ય ત્રિપુરામાં બે દિવસથી મુશળધાર વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. રાજ્યના લગભગ 13,000 લોકો વિસ્થાપિત બની ગયા છે. અગરતલામાં 24 કલાકમાં 27 મીમી વરસાદ પડ્યો છે. પ્રદેશની મુખ્ય નદીઓ જોખમી સ્તરથી ઉપર વહી રહી છે. ગોમતી, દેવ, મનુ અને હાવરા નદીમાં દર કલાકે પાણીનું સ્તર વધતો જઈ રહ્યો છે. સમગ્ર રાજ્યમાં પૂરનો ખતરો પેદા થઈ ગયો છે.
મે 22 2018 : જાણો કેવી રહેશે બજારની ચાલ?

મે 22 2018 : જાણો કેવી રહેશે બજારની ચાલ?

અમેરિકન બજારમાં અડધાથી સવા ટકાનો ઉછાળો નોંધાયો હતો. ટ્રેડ-વૉરની ચિંતા દૂર થતાં માર્કેટમાં લેવાલી જોવા મળી હતી. માર્ચ બાદ પહેલી વખત ડાઓમાં 25,000ને પાર ક્લોઝિંગ થયું છે. બીજી તરફ એશિયામાં સુસ્ત શરૂઆત થઇ છે. ક્રૂડ ફરી 80 ડૉલર પ્રતિબેરલની નજીક પહોંચી ગયું છે. માર્કેટમાં કંપનીઓના પરિણામોની મોસમ ચાલી રહી છે. ભારતીય બજાર સીમિત દાયરામાં કારોબાર કરે તેવી શક્યતા છે.