Short News

UPના આ શિવમંદિરમાં ભોલેનાથને ચઢાવાય છે ઝાડુ

UPના આ શિવમંદિરમાં ભોલેનાથને ચઢાવાય છે ઝાડુ

દેવાધિદેવ ભોલેનાથને રિઝવવા માટે ભક્તો બિલિ પત્ર ચઢાવે છે. પરંતુ, ઉત્તરપ્રદેશના શિવપાતાલેશ્વર મંદિરમાં શ્રદ્ધાળુ ભગવાન શિવને ઝાડું ચડાવે છે. શ્રદ્ધાળુઓનું માનવું છે કે આ મંદિરમાં ઝાડુ ચઢાવવાથી તેમના ચર્મ રોગ દૂર થાય છે. તેમની દરેક મનોકામના પૂર્ણ થાય છે. લોકો આ મંદિરને ચમત્કારિક માને છે.
4 કરોડ યુવાનોએ PM મોદી સરકાર પાસે માંગી નોકરી

4 કરોડ યુવાનોએ PM મોદી સરકાર પાસે માંગી નોકરી

મોદી સરકારે અત્યાર સુધી દેશના 4 કરોડ યુવાનોએ મોદી સરકાર સાથે પ્રત્યક્ષરીતે નોકરી માંગી છે. સરકારે 2 ટકા એટલેકે 8 લાખ યુવાનોને નોકરી આપી છે. 4 કરોડ યુવાનોએ કેન્દ્ર સરકારના જૉબ પોર્ટલ નેશનલ કેરિયર સર્વિસ પર નોંધણી કરાવી જોબ માંગી હતી.
ગુજરાતમાં 75 ન.પા. ચૂંટણીના પરિણામોમાં 68માં BJP આગળ

ગુજરાતમાં 75 ન.પા. ચૂંટણીના પરિણામોમાં 68માં BJP આગળ

આજે ગુજરાતની 75 નગરપાલિકાઓ માટે થયેલી ચૂંટણીની મતગણતરીના પરિણામોમાં અત્યાર સુધી થયેલી ગણતરીમાં ભાજપ 30 જ્યારે કોંગ્રેસ 24 નગરપાલિકાઓ પર કબજો જમાવી ચૂક્યા છે. આ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સારી એવી ટક્કર જોવા મળી રહી છે. 75માંથી 68 નગરપાલિકાઓમાં ભાજપ આગળ છે.
મુંબઈઃ પીએનબીની બેડી બ્રાંચને સીબીઆઈ એ કરી સીલ

મુંબઈઃ પીએનબીની બેડી બ્રાંચને સીબીઆઈ એ કરી સીલ

જે પીબીઆઈ શાખામાંથી હીરાના વેપારી નીરવ મોદી આશરે 11,400 કરોડ રૂપિયાની લોન આપવામાં આવી હતી. તે શાખાને સીબીઆઈ એ સીલ કરી દીધી છે, સીબીઆઈ ની ટીમે સોમવારે પંજાબ નેશનલ બેન્કની મુંબઈ સ્થિત શાખાને સીલ કરી દેવામાં આવી છે, તેમજ બેન્કના કર્મચારીઓના પ્રવેશ પર પણ પ્રતિબંધ લગાવી દેવાયો છે.