Short News

વેલેન્ટાઇન્સ દિવસે ગધેડા-કૂતરાના લગ્ન કરાવાયા

વેલેન્ટાઇન્સ દિવસે ગધેડા-કૂતરાના લગ્ન કરાવાયા

વેલેન્ટાઇન્સ ડેના વિરોધ માટે ચેન્નઈમાં ભયાનક કામ કરવામાં આવ્યું છે. એક કૂતરા અને ગધેડાના લગ્ન કરાવવામાં આવ્યા છે. વેલેન્ટાઇન દિવસનો વિરોધ કરનાર ગ્રુપનું નામ ભારત હિન્દુ ફ્રન્ટ છે. તેઓ કહે છે તેમની પાસે વેલેન્ટાઇન દિવસ મનાવવાનો હક છે તો અમારી પાસે પરંપરાને બચાવવાનો અધિકાર છે.
ઈન્દ્રાણીએ છૂટાછેડા મામલે પીટર મુખર્જીને મોકલી નોટીસ

ઈન્દ્રાણીએ છૂટાછેડા મામલે પીટર મુખર્જીને મોકલી નોટીસ

પોતાની પુત્રી શીના બોરાની હત્યાના કેસમાં જેલમાં બંધ રહેલી ઇન્દ્રાણી મુખરજીએ આર્થર રોડમાં બંધ હત્યાના સહ આરોપી અને તેના પતિ પીટરને છૂટાછેડા તેમજ નાણાકીય પતાવટ માટેની એક નોટિસ મોકલી આપી છે. પોતાના વકિલ મારફત મોકલાયેલી આ નોટિસમાં કહેવામાં આવ્યુ છે કે, તે પરસ્પર સહકારથી છૂટાછેડા ઈચ્છી રહી છે. તેમજ નાણાકીય પતાવતને પણ મંજૂરી આપે.    
ભારતમાં ચેમ્પિયન્સ ટ્રોફીને બદલે રમાશે ટી20 વર્લ્ડ કપ

ભારતમાં ચેમ્પિયન્સ ટ્રોફીને બદલે રમાશે ટી20 વર્લ્ડ કપ

આઈસીસી બોર્ડની પાંચ દિવસીય બેઠકના સમાપન બાદ આઈસીસ મુખ્ય કાર્યકારી ડેવ રિચર્ડસને કહ્યું કે, આઈસીસીએ ભારતમાં યોજાનાર ચેમ્પિયન્સ ટ્રોફીને બદલે વર્લ્ડ ટી20માં બદલવાનો નિર્ણય કર્યો છે. ઓસ્ટ્રેલિયા બાદ ભારત 2021માં ટી20 વર્લ્ડની યજમાની કરશે. તેની સાથે આઈસીસીએ તમામ ૧૦૪ સભ્ય દેશોને આંતરરાષ્ટ્રીય ટી-૨૦નો દરજ્જો આપવાનો નિર્ણય કર્યો છે.
સેન્સેક્સ 220 અંક ઉછળો, નિફ્ટી 10700ની નજીક

સેન્સેક્સ 220 અંક ઉછળો, નિફ્ટી 10700ની નજીક

આજે ભારતીય શેરબજારોએ ગઇકાલની તેજીને જાળવી રાખતા 0.5 ટકાના વધારા સાથે શરૂઆત કરી છે. મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં પણ ખરીદારી જોવાને મળી રહી છે. બેન્કિંગ, ઑટો, મેટલ, ફાર્મા, રિયલ્ટી, કેપિટલ ગુડ્ઝ, ઑયલ એન્ડ ગેસ અને પાવર શેરોમાં ખરીદારી જોવા મળી છે. સેન્સેક્સ 223 અંક વધીને 34936ના સ્તરે અને નિફ્ટી 68.5 અંક વધીને 10686ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.