Short News

આ કારણે ભારતની ભવ્ય સભ્યતાનો આવ્યો હતો અંત

આ કારણે ભારતની ભવ્ય સભ્યતાનો આવ્યો હતો અંત

આઈઆઈટી ખડગપુર ભૂસ્તરશાસ્ત્ર અને જીયોફિઝિક્સ વિભાગના શોધકર્તા 5,000 વર્ષોના દરમિયાન મોનસૂનની અસ્થિરતા પર રિસર્ચ કરી રહ્યા છે. આ રિસર્ચમાં ચોંકાવનારો ખુલાસો બહાર આવ્યો છે. અભ્યાસમાં જાણવા મળ્યુ છે કે, 4350 વર્ષ જૂની સિંધુ ખીણનો અંત એક દુષ્કાળને કારણે થયો હતો. માહિતી મળી છે કે આ દુષ્કાળ 10-20 વર્ષ નહિં પરંતુ 900 વર્ષ સુધી ચાલ્યો હતો.  
સુરત રેપ કેસઃ આરોપીએ કરી ચોંકાવનારી કબુલાત

સુરત રેપ કેસઃ આરોપીએ કરી ચોંકાવનારી કબુલાત

સુરતમાં બાળકી પર દુષ્કર્મ અને હત્યાનો કેસ ઉકેલાઇ ગયો છે. આ કેસમાં મુખ્ય આરોપીને રાજસ્થાનથી ઝડપી લેવામાં આવ્યો છે. ત્યારે આરોપીએ પોલીસ સામે અનેક ચોંકાવનારી કબુલાત કરી હતી. તપાસમાં જાણવા મળ્યુ હતુ કે, આરોપીએ બાળકી અને તેની વિધવા માતાને મજૂર તરીકે રાજસ્થાનના ગંગાપુરથી 35 હજારમાં ખરીદ્યા હતા. તેમજ બંને પર રેપ કરી તેની ધાતકી હત્યા કરી હતી.
'પોક્સો' એક્ટ સંશોધને કેબિનેટે આપી લીલી ઝંડી

'પોક્સો' એક્ટ સંશોધને કેબિનેટે આપી લીલી ઝંડી

શનિવારે કેબિનેટની બેઠકમાં 'પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ ફ્રોમ સેક્સુઅલ ઓફેન્સ' એટલે કે પોક્સો એક્ટમાં સંશોધનનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. જેને આજે કેબિનેટે સંશોધનને મંજૂરી આપી દીધી છે. હવે પછી નવા કાયદા પ્રમાણે 0-12વર્ષની ઉંમર સુધીના બાળકોના રેપના અપરાધીને મોતની સજા આપી શકાશે. આત્યાર સુધી આ એક્ટ અંતર્ગત વધુમાં વધુ આજીવન કેદની સજા હતી.
પૂર્વ નાણાં મંત્રી યશવંત સિન્હાએ ભારત સાથે ફાડ્યો છેડો

પૂર્વ નાણાં મંત્રી યશવંત સિન્હાએ ભારત સાથે ફાડ્યો છેડો

ભાજપના સિનિયર લીડર અને પૂર્વ નાણા મંત્રી યશવંત સિન્હાએ ભારત સાથે છેડો ફાડ્યો છે.યશવંત સિન્હાએ પોતાના નિર્ણયની જાહેરાત કરતાં કહ્યું કે હું ભાજપ સાથેના મારા સંબંધોનો અંત લાવુ છું તેમજ તમામ પ્રકારના પાર્ટી પોલિટિક્સમાંથી પણ સંન્યાસ લઇ રહ્યો છું. સિન્હાએ પટનામાં પોતાના આ નિર્ણયની માહિતી આપતા કહ્યુ હતુ કે, આજે લોકતંત્ર ખતરામાં છે.