Short News

રમઝાન મહિના દરમિયાન જમ્મુ-કશ્મીરમાં સેનાનુ કોઈ ઓપરેશન નહિ

રમઝાન મહિના દરમિયાન જમ્મુ-કશ્મીરમાં સેનાનુ કોઈ ઓપરેશન નહિ

હાલ રમઝાન મહિનો નજીક આવી રહ્યુ છે. ત્યારે જમ્મુ-કાશ્મીરમાં રમઝાન દરમિયાન સેના દ્વારા કોઈ પણ સર્ચ ઑપરેશન નહીં કરવાની મુખ્યમંત્રી મેહબુબા મુફ્તીની માંગણીને મોદી સરકારે સ્વીકારી લીધી છે. પરંતુ રમઝાન દરમિયાન કોઈ પણ હુમલો થાય તો સામાન્ય નાગરિકોના જીવ બચાવવા માટે સુરક્ષાદળોને વળતો જવાબ આપવાનો અધિકાર રહેશે.
રૉયલ રિસેપ્શનમાં પણ પ્રિયંકા ચોપરાએ છોડી યાદગાર છાપ

રૉયલ રિસેપ્શનમાં પણ પ્રિયંકા ચોપરાએ છોડી યાદગાર છાપ

ઇંગ્લેન્ડના પ્રિન્સ હેરી અને એક્ટ્રેસ મેઘન મર્કેલના રિસેપ્શનમાં પણ બોલીવુડ દિવા પ્રિયંકા ચોપરાએ યાદગાર છાપ છોડી છે. આ રિસેપ્શનમાં માત્ર 200 સેલિબ્રિટીઝને આમંત્રિત કરવામાં આવ્યા હતા. પ્રિયંકા ચોપડાએ રોયલ રિસેપ્શન માટે ઓફ શોલ્ડર ગાઉન પહેર્યું હતું. રોયલ રિસેપ્શનને પ્રિન્સ ઓફ વેલ્સ અને હૈરીના પિતાએ લંડન ખાતે હોસ્ટ કર્યું હતું.
કુમાર સ્વામી હવે રાહુલ-સોનિયાનાં માર્ગદર્શનમાં બનશે CM, કોંગ્રેસ સાથે જીદ નહીં કરે JDS

કુમાર સ્વામી હવે રાહુલ-સોનિયાનાં માર્ગદર્શનમાં બનશે CM, કોંગ્રેસ સાથે જીદ નહીં કરે JDS

કર્ણાટકમાં માંડ માંડ હાથમાં આવેલી સત્તાને કોંગ્રેસ અને જેડીએસ નાની-નાની જીદમાં ગુમાવવા માંગતા નથી. આ કારણે બંને પક્ષોએ થોડું જતું કરવાની તૈયારી દર્શાવી છે. જેડીએસના કુમારસ્વામીએ સ્પષ્ટતા કરી છે કે કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે હવે મુખ્યમંત્રી પદનાં મુદ્દે કોઇ રોટેશન નહી હોય. આ રોટેશનનાં કારણે 2007માં ભાજપની સાથે તેમનું ગઠબંધન તુટી ગયું હતું.
અરુણાચલ સરહદ નજીક મોટા પ્રમાણમાં સોનું-ચાંદી હોવાનો દાવો, ચીને શરૂ કર્યું ખોદકામ

અરુણાચલ સરહદ નજીક મોટા પ્રમાણમાં સોનું-ચાંદી હોવાનો દાવો, ચીને શરૂ કર્યું ખોદકામ

અરુણાચલ સરહદે ચીનની ગતિવિધિઓ ફરી તેજ થઇ ગઇ છે. અહીં સરહદ પર ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ફરી તણાવનો માહોલ સર્જાયો છે. ચીને અરુણાચલ પ્રદેશ નજીક આવેલી બોર્ડર પર પોતાના વિસ્તારમાં મોટા પ્રમાણમાં ખનન શરૂ કર્યું છે. આ વિસ્તારમાં સોનું, ચાંદી અને અન્ય કિંમતી ધાતુઓનો ભંડાર હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જેની કિંમત અંદાજે 60 અબજ ડોલર હોવાનું કહેવામાં આવી રહ્યું છે.