Short News

કેન્દ્ર સરકાર આતંકવાદ મામલે પાકિસ્તાન વિરૂધ્ધ ગંભીર પગલા લે તેવી આશંકા

કેન્દ્ર સરકાર આતંકવાદ મામલે પાકિસ્તાન વિરૂધ્ધ ગંભીર પગલા લે તેવી આશંકા

પાકિસ્તાનની તરફથી વધતી જતી સરહદ પર અશાંતિ જોતા કેન્દ્રની મોદી સરકાર આતંકવાદ બાબતે પડાશી દેશ પાકિસ્તાન પર કોઈ પણ પ્રકારની ઢીલ આપવાનાં મૂડમાં નથી. સરકારનાં એક અધિકારીએ જણાવ્યું કે, 'હવે સમજૂતી કે શાંતીથી કામ લેવાનો યોગ્ય સમય નથી રહ્યો.' ત્યારે હવે મોદી સરકાર આતંકવાદ મામલે પાકિસ્તાન વિરુધ્ધ કોઈ ઠોસ પગલા લે તેવી આશંકા છે.
IPL 2018 : Match 25 : SRHvKXIP : હૈદરાબાદે પંજાબને 13 રને હરાવ્યું

IPL 2018 : Match 25 : SRHvKXIP : હૈદરાબાદે પંજાબને 13 રને હરાવ્યું

ઈન્ડિયન પ્રીમિયર લીગની 11મી સીઝનની 25મી મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં કિંગ્સ ઈલેવન પંજાબ અને મેજબાન સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચેની મેચમાં પંજાબ 13 રને હારી ગયું છે. પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 132 રન બનાવી પંજાબને 133 રનનો ટાર્ગેટ આપ્યો છે. જવાબમાં પંજાબ 19.2 ઓવરમાં 119 રનમાં ઓલ આઉટ થઇ ગયું હતું.
IPL 2018 : Match 25 : SRHvKXIP : હૈદરાબાદે પંજાબને આપ્યો 133 રનનો ટાર્ગેટ

IPL 2018 : Match 25 : SRHvKXIP : હૈદરાબાદે પંજાબને આપ્યો 133 રનનો ટાર્ગેટ

ઈન્ડિયન પ્રીમિયર લીગની 11મી સીઝનની 25મી મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને રહેલી કિંગ્સ ઈલેવન પંજાબ અને મેજબાન સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચેની મેચ પંજાબે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો છે. પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 132 રન બનાવી પંજાબને 133 રનનો ટાર્ગેટ આપ્યો છે.
દેશ છોડીને જનારા દગાબાજોની સંપત્તિ જપ્ત કરાશે: રાજનાથ સિંહ

દેશ છોડીને જનારા દગાબાજોની સંપત્તિ જપ્ત કરાશે: રાજનાથ સિંહ

ગાંધીનગરમાં કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની 23મી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજનાથ સિંહે બેઠકમાં જણાવ્યું હતું કે 2019ની ચુંટણીમાં ગુડ ગવર્નન્સ અને ડેવલપમેનટને લઇને આગળ વધશે. આવનારા કેટલાક વર્ષમાં ભારત એક માત્ર દેશ હશે જેની જીડીપી ડબલ ડીજીટમાં હશે. કોઇ દેશ છોડીને ચાલી જાય છે તો તેની સંપત્તિ જપ્ત કરાશે.