Short News

હાર્ટ સર્જરી માટેના સ્ટેન્ટની કિંમત રૂ. 28000 થઇ

હાર્ટ સર્જરી માટેના સ્ટેન્ટની કિંમત રૂ. 28000 થઇ

મેડિકલ ઇક્વિપમેન્ટની કિંમત નક્કી કરનારી સર્વોચ્ચ સંસ્થા નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (NPPA)એ હાર્ટ ઓપરેશનમાં યુઝ થતા સ્ટેન્ટની કિંમત ઘટાડીને રૂપિયા 28000થી ઓછી કરી છે.NPPAએ ડ્રગ-ઇલ્યુટિંગ અને બાયોડીગ્રેડેબલ સ્ટેન્ટ્સની કિંમત રૂ.29,600થી ઘટાડીને રૂ.27,890 કરી છે જ્યારે બેર મેટલ સ્ટેન્ટ (BES)ની કિંમત રૂ.7,260થી વધારીને રૂ.7,660 કરી છે.
નીરવ મોદી, મોહુલ ચોક્સીની 126 બનાવટી કંપનીઓ જાહેર

નીરવ મોદી, મોહુલ ચોક્સીની 126 બનાવટી કંપનીઓ જાહેર

PNB કૌભાંડમાં ઇડીએ નીરવ મોદી અને મેહુલ ચોક્સીના 17 ઠેકાણાઓ પર દરોડા પાડી તપાસ આગળ વધારી છે. આ તપાસમાં બહાર આવ્યું છે કે નિરવ મોદી અને મેહુલ ચોકસીની 126 કથીત કંપનીઓ બનાવટી છે. જેમાથી 78 કંપનીઓ નિરવ મોદી નામે છે. બાકીની 48 કંપની મેહુલ ચોકસીની છે.
તૈમૂર નહીં, ટ્રુડોનો પુત્ર છે ઇન્ટરનેટ સેન્સેશન

તૈમૂર નહીં, ટ્રુડોનો પુત્ર છે ઇન્ટરનેટ સેન્સેશન

જસ્ટિન ટ્રુડો પોતાના 'કૂલ' અંદાજ માટે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે, પરંતુ ભારત આવ્યા ત્યારે બધાની નજર પીએમ જસ્ટિન ટ્રુડોના નાના પુત્ર હેડ્રી પર હતી, હેડ્રીની ક્યૂટનેસના લીધે મોટાભાગે ઇન્ટરનેટ પર ચર્ચામાં રહેનાર કરીના અને સૈફના પુત્ર તૈમૂરને પાછળ છોડી દીધો છે. કોણ વધુ ક્યૂટ છે?
ચૂંટણી : બનાસકાંઠામાં 57 ટકા, ખેડામાં 47 ટકા મતદાન

ચૂંટણી : બનાસકાંઠામાં 57 ટકા, ખેડામાં 47 ટકા મતદાન

ગુજરાતના બે જિલ્લા અને 17 તાલુકા પંચાયતનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું. બનાસકાંઠા જિલ્લા પંચાયતની કુલ 66 માંથી 65 બેઠકો પર મતદાન થયું. બનાસકાંઠા જિલ્લામાં 57.56 ટકા મતદાન નોંધાયું છે. ખનઢોર ઊંબરી અને હડાદનું મતદાન રદ કરાયું હતું. ખેડાની 44 પંચાયતમાં 46 ટકા મતદાન નોંધાયું છે.