Short News

દેશના 153 જિલ્લાઓમાં સર્જાશે પાણીની અતિશય  તંગી : MET

દેશના 153 જિલ્લાઓમાં સર્જાશે પાણીની અતિશય તંગી : MET

ભારતના MET વિભાગના લેટેસ્ટ ડેટા અનુસાર, ઓક્ટોબર 2017થી ઘણો ઓછો વરસાદ પડવાને કારણે દેશના લગભગ 404 જિલ્લાઓમાં પાણીની તંગી જોવા મળશે. જાન્યુઆરીથી માર્ચ દરમિયાનના વરસાદને કારણે 153 જિલ્લાઓ અતિશયથી અત્યંત વધારે ડ્રાય કેટેગરીમાં શામેલ થયા છે. IMD દ્વારા 588 જિલ્લાઓનો સર્વે કરવામાં આવ્યો હતો. મોટાભાગના દુકાળની સ્થિતિ વાળા જિલ્લાઓ ઉત્તર, મધ્ય અને પશ્ચિમ ભારતમાં છે.
Microsoft India છે કામ કરવાની શ્રેષ્ઠ જગ્યા

Microsoft India છે કામ કરવાની શ્રેષ્ઠ જગ્યા

કંસલ્ટેંસી ફર્મ રેંડસ્ટેડના સર્વેમાં ભારતમાં કામ કરવાની સૌથી સારી જગ્યામાં માઇક્રોસોફ્ટ ઇન્ડિયા પ્રથમ ક્રમે છે. વર્ક લાઇફ બેલેન્સ સારૂ હોય, ગ્રોથની સાથે મેનેજમેન્ટ મજબૂત હોય તેવા વર્કપ્લેસમાં એમેઝોન ઇન્ડિયા બીજા ક્રમે છે. IT સેક્ટરમાં TCS પ્રથમ પસંદ છે. ત્યાર બાદ IBM, કંઝ્યુમર ડ્યુરેબલ્સમાં સેમસંગ ઈન્ડિયા, સોની, તો FMCGમાં હિંદુસ્તાન યૂનિલીવર અને ITC છે.
આવતા વર્ષે IPL ભારતમાં નહીં રમાય, જાણો ક્યાં રમાશે?

આવતા વર્ષે IPL ભારતમાં નહીં રમાય, જાણો ક્યાં રમાશે?

આગામી વર્ષે એટલે કે 2019માં રમાનારી IPL ટૂર્નામેન્ટ ભારતની બહાર રમાઈ શકે તેવી શક્યતા છે. આગામી વર્ષે IPLની તારીખો જો લોકસભાની ચૂંટણી સાથે ટકરાશે તો ટૂર્નામેન્ટનું આયોજન UAEમાં થઈ શકે છે. IPLની 12મી સીઝન આગામી વર્ષે 29 માર્ચથી 19 મેની વચ્ચે થવાની છે. BCCI એ વાતથી વાકેફ છે કે તે સમયગાળામાં લોકસભાની ચૂંટણી પણ આવી શકે છે.
કર્ણાટકના એક ગામમાં 30 બાળકનું નામ સિદ્ધા રમૈયા

કર્ણાટકના એક ગામમાં 30 બાળકનું નામ સિદ્ધા રમૈયા

કર્ણાટકમાં વિધાનસભાનો ચૂંટણીમાં જે એક નામની ચર્ચા છે તે છે સિદ્ધા રમૈયા. સિદ્ધા રમૈયા સતત ભાજપ પર હુમલા કરી રહ્યા છે. તેઓ બીજેપીના નિશાના પર પણ છે. આ બધાની વચ્ચે કર્ણાટકમાં એક એવું પણ ગામ છે કે જ્યાં એક બે નહીં પરંતુ 30 સિદ્ધા રમૈયા છે. કર્ણાટકના સિદ્ધા રામાગુડી ગામ જે મુખ્યપ્રધાનનું જ ગામ છે. અહીં ઘણાં બાળકો એવા છે કે જેનું નામ સિદ્ધા રમૈયા છે.