Short News

ઈન્ડિયન આર્મીને મળશે લાઈટ મશીનગન અને સ્નાઈપર રાઈફલ

ઈન્ડિયન આર્મીને મળશે લાઈટ મશીનગન અને સ્નાઈપર રાઈફલ

ભારતીય સેના હવે વધારે મજબૂત થશે, કેમ કે રક્ષા મંત્રાલયે તૈયાર કરેલા એક પ્રસ્તાવ મુજબ ભારત સરકાર ભારતીય સેના માટે 17 હજાર જેટલી લાઈટ મશીનગન (LMG) અને 6500 જેટલી સ્નાઈપર રાઈફલ ખરીદ કરશે. જેનો અંદાજીત ખર્ચ 2 હજાર કરોડ રુપિયા જેટલો થવાનો અંદાજ છે. જેનાથી જવાનોને નાના ઈમરજન્સી ઓપરેશન માટે સરળતા રહે છે.  
ગુજરાતનું પ્રથમ બજેટ 115 કરોડ રૂપિયા હતું

ગુજરાતનું પ્રથમ બજેટ 115 કરોડ રૂપિયા હતું

ગુજરાતનું પ્રથમ બજેટ રજૂ કરનાર ડૉ. જીવરાજ મહેતા હતા. એ વખતે તેઓ મુખ્યપ્રધાન પણ હતા અને નાણાંપ્રધાનનો હવાલો પણ તેમની પાસે હતો. તારીખ 22 ઓગસ્ટ 1960ના રોજ કામચલાઉ વિધાનસભા અમદાવાદ ખાતેથી પ્રથમ બજેટ રજૂ કરાયુ હતુ. ગુજરાતનું પ્રથમ બજેટ કુલ રૂપિયા 115 કરોડનું હતુ જેમાં મહેસુલી આવક 54 કરોડ 25 લાખ હતી અને ખર્ચા 58 કરોડ 12 લાખ હતો.
જમ્મુ કાશ્મીરઃ એર ફોર્સ સ્ટેશન નજીક આતંકી હુમલો

જમ્મુ કાશ્મીરઃ એર ફોર્સ સ્ટેશન નજીક આતંકી હુમલો

જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં વાયુસેનાનાં એક સ્ટશન નજીક મંગળવારે સાંજે આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. અચારનક હુમલો થતા ભારતીય સેનાએ પણ જવાબમાં ગોળીબારી કરી હતી, જેથી આતંકીઓ પલાયન કરી ગયા હતા. જો કે સેનાએ આખા ઈલોકાની ઘેરાબંધી કરી સર્ચ ઓપરેશન કરી દીધુ છે. બીજી તરફ પાકિસ્તાની સેનાના ગોળીબારમાં એક જવાન ઘાયલ થયો છે.
બેંક ડૂબી જાય તો ખાતેદારોના પૈસા કેટલા સુરક્ષિત?

બેંક ડૂબી જાય તો ખાતેદારોના પૈસા કેટલા સુરક્ષિત?

ભારતમાં સરકારી ડિફોલ્ટર બને તો ખાતેદારોના નાણા જવાબદારી સરકારની હોવાથી તે સુરક્ષિત છે. પ્રાઇવેટ બેંકમાં આવું થાય તો બેંકને શોર્ટ નોટિસ પર રિકવરી ટાઇમ અપાય છે. બેંકોએ પોતાની પાસે એટલા પૈસા રિઝર્વ રાખવાના હોય છે કે તે કસ્ટમરને તેના પૈસા પરત કરી શકે.