Short News

ભારત જ નહીં આ છે દુનિયાનો સૌથી ઊંચો પોલીસમેન

ભારત જ નહીં આ છે દુનિયાનો સૌથી ઊંચો પોલીસમેન

પંજાબ લોકલ પોલીસમાં કામ કરતા જગદીપ સિંહની અસાધારણ હાઈટ જોઈને તેના સહકર્મચારીઓ અને તેના અધિકારીઓ પણ ચકિત છે. જગદીપને તેના માપના જૂતાં પણ મળતા નથી. સામાન્યપણે લોકોને 7થી 10 નંબરના જૂતા ફિટ આવતા હોય છે જ્યારે જગદીપના જૂતાની સાઈઝ 19 છે. જગદીપના પોતાની સાઈઝના જૂતાં વિદેશથી મંગાવવા પડે છે અને કપડાં પણ ખાસ દરજી પાસે સીવડાવવા પડે છે.
વડોદરા મ્યુનિસિપાલિટી E-Mailની મદદથી શરૂ કરી અસ્થિ વિસર્જન સેવા, 7 પવિત્ર સ્થળે પધરાવાશે

વડોદરા મ્યુનિસિપાલિટી E-Mailની મદદથી શરૂ કરી અસ્થિ વિસર્જન સેવા, 7 પવિત્ર સ્થળે પધરાવાશે

વડોદરા મહાનગર પાલિકાએ જ્યોતિર્નાથ મેડીકલ એન્ડ કેળવણી ચેરીટેબલ ટ્રસ્ટને સત્તાવાર મંજૂરી આપી છે કે સંસ્થા લોકો માટે અસ્થિ વિસર્જનનું કામ કરી શકશે. 15 જૂન 2018થી રામનાથ(વાડી)-બહુચરાજી(કારેલીબાગ) સ્મશાનેથી અસ્થી એકઠા કરવાની સેવા શરુ કરવામાં આવી છે. એકત્ર કરાયેલા અસ્થિ હરિદ્વાર, અલ્હાબાદ, ચાંદોદ, સોમનાથ સહિત સાત સ્થળો પર હિંદુ વિધિ અનુસાર વિસર્જિત કરવામાં આવશે.
ગૂગલના મતે અભિનેતા સલમાન ખાન સૌથી ખરાબ એક્ટર

ગૂગલના મતે અભિનેતા સલમાન ખાન સૌથી ખરાબ એક્ટર

એમાં કોઈ બેમત નથી કે બોલિવૂડ સ્ટાર સલમાન ખાનની ફેન ફોલોવિંગ ઘણી છે. તેનું તાજુ ઉદાહરણ તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ રેસ-3 છે. જેણે માત્ર 3 દિવસમાં 100 કરોડનો આંકડો પાર કરી લીધો પરંતુ ગૂગલના મતે સલમાન સૌથી ખરાબ અભિનેતા છે જો તમને વિશ્વાસ ના આવતો હોય તેમે પોતે જ ચકાસી લો, ગૂગલ પર ‘worst Bollywood Actor' લખીને સર્ચ કરવાથી સલમાન ખાન નજરે પડશે.
સરકારી પેટ્રોલિયમ કંપનીઓ દેશભરમાં શરૂ કરશે 25000 નવા પેટ્રોલ પંપ

સરકારી પેટ્રોલિયમ કંપનીઓ દેશભરમાં શરૂ કરશે 25000 નવા પેટ્રોલ પંપ

સરકારી પેટ્રોલિયમ કંપનીઓએ ભારતભરમાં 25000 નવા પેટ્રોલ પંપ ખોલવાની યોજના બનાવી છે. પેટ્રોલિયમ મંત્રાલયે પેટ્રોલ પંપ ડીલરોની નિમણૂક પર સરકારી પોલિસીને પણ રદ્દ કરી દીધી છે. તેનાથી સરકારી પેટ્રોલિયમ કંપનીઓ-ઈન્ડિયન ઓઈલ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ, ભારત પેટ્રોલિયમને પેટ્રોલ પંપ ખોલવા માટે પોતાના નિયમો બનાવવાની છૂટ મળશે. સૌથી વધારે પેટ્રોલ પંપ ગ્રામીણ વિસ્તારોમાં હશે.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more