Short News

નાગરિકોને રાજનીતિક પાર્ટીઓ કરતા ઈન્ડિયન આર્મી પર સૌથી વધુ વિશ્વાસ

નાગરિકોને રાજનીતિક પાર્ટીઓ કરતા ઈન્ડિયન આર્મી પર સૌથી વધુ વિશ્વાસ

અજીમ પ્રેમજી વિશ્વવિદ્યાલય (એપીયુ) અને લોકનિતી (સેન્ટર ફોર ધ સ્ટડી ઓફ ડેવલપિંગ સોસાયટી) દ્વારા કરવામાં આવેલા સર્વેમાં સૌથી વધારે 77.2 ટકા લોકોએ સેના પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જ્યારે રાજનીતિક પાર્ટીઓ પર શૂન્યથી નીચે માઇનસમાં વિશ્વાસ છે. આ સર્વેમાં દ્વારા આઠ રાજ્યોની 22 વિધાનસભા સીટોના 16,680 લોકોને આવરી લેવામાં આવ્યા હતા.
ધોનીના રિટાયરમેન્ટ મુદ્દે ગાંગૂલીએ ધોની વિશે કહ્યુ આવું

ધોનીના રિટાયરમેન્ટ મુદ્દે ગાંગૂલીએ ધોની વિશે કહ્યુ આવું

ભારતીય ક્રિકેટર એમએસ ધોનીએ ઈંગ્લેન્ડ સામેની અંતિમ વનડે હાર્યા બાદ અમ્પાયરના હાથમાંથી બોલ લઈ લેતા મીડિયામાં તેની નિવૃતિને લઈ અફવાઓ ઉડી હતી. જો કે આ વિશે ગાંગૂલીએ ધોનીને ખરાખોટી સંભળાવી હતી. ગાંગૂલીએ કહ્યુ કે, આ વિકેટ કિપર બેટ્સમેન 2019 વર્લ્ડકપ માટે ટીમની પસંદ છે. જો ધોનીને રમાડવામાં આવે તો તેને હિંટિંગ કરવી જે પડશે.  
જાણો, ભારત સામે ત્રીજી વન-ડે દરમિયાન રૂટે એવું તે શું કર્યુ કે થયો અફસોસ

જાણો, ભારત સામે ત્રીજી વન-ડે દરમિયાન રૂટે એવું તે શું કર્યુ કે થયો અફસોસ

ભારત વિરુદ્ધ રમાયેલી ત્રીજી વન-ડે મેચમાં રૂટે અણનમ સદી ફટકારી ઈંગ્લેન્ડને 2-1થી સિરીઝ જીતાડવામાં મહત્વની ભુમિકા ભજવી હતી. પરંતુ પોતાને એક બાબત પર અફસોસ વ્યક્ત કર્યો છે. રૂટે સદી ફટકાર્યા બાદ ગાયકની જેમ ગીત ગાય માઈકને છોડે તે રીતે બેટને છોડી દીધુ હતુ. રૂટનું કહેવું છે કે, આ હરકત બાદ તરત મને અફસોસ થયો હતો. જે મારી સૌથી નિરાશાનજનક હરકત હતી.  
આખરે અમદાવાદ અને ઉતર ગુજરાતમાં મેઘાએ કરી મહેર

આખરે અમદાવાદ અને ઉતર ગુજરાતમાં મેઘાએ કરી મહેર

છેલ્લા કેટલાક દિવસોથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે મેઘ મહેરે હવે મેઘ કહેરનું રૂપ ધારણ કરી લીધુ છે. તો બીજી બાજુ અમદાવાદ અને ઉતર ગુજરતમાં કંઈ ખાસ વરસાદ પડ્યો નથી. જો કે ગુરુવારે અંબાજી, બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લામાં 1 થી માંડી 3 ઈંચ વરસાદ પડ્યો હતો. ઉપરાંત અમદાવાદમાં મોડી સાંજે મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more