Short News

યોગેન્દ્ર યાદવની બહેનની હોસ્પિટલ પર ITના દરોડા; નીરવ મોદી સાથે કનેક્શન છે કારણ

યોગેન્દ્ર યાદવની બહેનની હોસ્પિટલ પર ITના દરોડા; નીરવ મોદી સાથે કનેક્શન છે કારણ

ઈન્કમટેક્સ વિભાગે હરિયાણાના રેવારીમાં સ્વરાજ ઇન્ડિયાના પ્રમુખ યોગેન્દ્ર યાદવ સાથે સંકળાયેલ એક હોસ્પિટલ ગ્રૂપના વિવિધ સંકુલ પર દરોડા પાડીને રૂ.22 લાખની રોકડ જપ્ત કરી છે. આ અગાઉ એવી માહિતી મળી હતી કે હોસ્પિટલ ગ્રૂપે દાગીના ખરીદવા માટે નીરવ મોદીની કંપનીને રોકડમાં પેમેન્ટ કર્યું હતું. આ હોસ્પિટલ યોગેન્દ્ર યાદવની બહેનની છે.
બલ્ગેરિયમાં બ્રહ્માસ્ત્રના શૂટિંગમાં બિગ બીને થઇ રહી છે આવી મુશ્કેલી

બલ્ગેરિયમાં બ્રહ્માસ્ત્રના શૂટિંગમાં બિગ બીને થઇ રહી છે આવી મુશ્કેલી

બલ્ગેરિયામાં ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર'નું શૂટિંગ કરી રહેલા મહાનાયક અમિતાભ બચ્ચને પોતાના વિચાર વ્યક્ત કર્યા હતાં. અમિતાભ બચ્ચને લખ્યું હતું કે,'મને લાગે છે કે જેટલું મને મળ્યું છે. તેનાથી હું હંમેશા ઓછું જ આપી શકું છું. આ જ વસ્તુ મને હંમેશા પરેશાન કરે છે.' તેમણે કહ્યું કે અહીં સેટ પર તમામ લોકો મારી એટલી બધી સારસંભાળ રાખે છે કે ઘણી વાર હું અપરાધભાવ અનુભવું છું.
યુવરાજનો ખુલાસો, કેન્સર બાદ આના પ્રોત્સાહનથી કર્યું કમબેક

યુવરાજનો ખુલાસો, કેન્સર બાદ આના પ્રોત્સાહનથી કર્યું કમબેક

NCA પર ચિંધાતી આંગળીઓ વચ્ચે યુવરાજ સિંહ તેના બચાવ માટે સામે આવ્યો છે. યુવરાજે ટ્વીટ કરીને NCA દ્વારા મળનારી સુવિધાઓને સારી ગણાવી. યુવરાજે કહ્યું કે, હું સતત NCAની આલોચના સાંભળી રહ્યો છું પણ હું મારો અનુભવ જણાવવા માગીશ. જ્યારે કેન્સર બાદ મેદાન પર આવ્યો હતો ત્યારે NCAની સુવિધા અને ટ્રેનિંગને કારણે જ ફરીવાર ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવી શક્યો હતો.
જાણો શું છે રાફેલ ડીલ વિવાદ? : 425 કરોડનું પ્લેન 1555 કરોડ રૂપિયાનું કેવી રીતે થયું?

જાણો શું છે રાફેલ ડીલ વિવાદ? : 425 કરોડનું પ્લેન 1555 કરોડ રૂપિયાનું કેવી રીતે થયું?

ફ્રાન્સ સાથે રાફેલ ફાઇટર વિમાન ડીલ સૌ પ્રથમ 1996માં વાજપેયી સરકારે, બાદમાં UPA સરકારે રૂ. 54000 કરોડની કિંમતે કુલ 126 વિમાનો માટે કરી પણ ઘોંચમાં પડી. વર્ષ 2014માં PM મોદીએ રૂ. 58,000 કરોડની કિંમતે 36 વિમાનની ગુપ્ત ડીલ કરી. જેમાં વિમાનના પૂર્જાઓ, હેંગર, ટેક્નોલોજી સહિતનો ખર્ચ પણ કિંમતમાં સામેલ હતો. જે UPA સરકારના સોદામાં સામેલ ન હોવાથી વિમાનની કિંમત વધી છે.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more