Short News

જમ્મુ કાશ્મીર: અનંતનાગમાં CRPF પાર્ટી પર એટેક, 2 જવાન શહીદ

જમ્મુ કાશ્મીર: અનંતનાગમાં CRPF પાર્ટી પર એટેક, 2 જવાન શહીદ

દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં શુક્રવારે કેટલાક આતંકીઓ ઘ્વારા સીઆરપીએફ પાર્ટી પર હુમલો કરવામાં આવ્યો છે. આ ઘટનામાં બે જવાન શહીદ થયા છે. સૂત્રો અનુસાર અનંતનાગના સિરપોરામાં આછાબલ ચોક પાસે લગભગ 11 વાગ્યે આતંકીઓ ઘ્વારા ઓપન ફાયર કરવામાં આવ્યું જેમાં સીઆરપીએફ જવાનો ઘાયલ થઇ ગયા છે. આ ઘટનામાં ત્રણ સ્થાનીય નાગરિક પણ ઘાયલ થયા છે.
સુરતમાં ખુલ્લી ગટરમાં પડેલા બાળકનો મૃતદેહ તાપી નદીમાંથી મળ્યો

સુરતમાં ખુલ્લી ગટરમાં પડેલા બાળકનો મૃતદેહ તાપી નદીમાંથી મળ્યો

સુરતમાં લાંબી તપાસ બાદ ગટરના ખુલ્લી ગટરમાં પડેલા રોહન નામના બાળકનો મૃતદેહ મળી આવ્યા છે. આ બાળકનો મૃતદેહ તાપી નદીમાંથી મળી આવ્યો છે. નાના વરાછા વિસ્તારમાં આ ઘટના બની હતી જેમાં બપોરના સમયે મિત્રો સાથે રમતા-રમતા બાળક ગટરમાં પડ્યો હતો. બનાવની જાણ થતાં ફાયર બ્રિગડનો વિશાળ કાફલો મળી આવ્યો હતો. જોકે, બાળકનો જીવ બચાવવામાં સફળતા નથી મળી.
1 ઓગસ્ટથી ગુજરાતના મલ્ટીપ્લેક્સમાં અમલમાં આવશે આ ખાદ્યપદાર્થો અંગે આ નિયમ

1 ઓગસ્ટથી ગુજરાતના મલ્ટીપ્લેક્સમાં અમલમાં આવશે આ ખાદ્યપદાર્થો અંગે આ નિયમ

કેન્દ્ર સરકાર 1લી ઓગસ્ટથી દેશના તમામ મલ્ટીપ્લેક્સ થિયેટરોમાં ખાદ્ય પદાર્થોના એક જ ભાવનો કાયદો લાવવા જઈ રહી છે. ગુજરાતના મલ્ટીપ્લેક્સમાં ખાદ્ય પદાર્થો અને ઠંડા પીણાના ભાવ એકસરખા રાખાશે. રાજ્યના નાગરિક પુરવઠા વિભાગના અધિકારીએ કહ્યું હતું કે જે મલ્ટીપ્લેક્સ સંચાલકો અમલ નહીં કરે તેની સામે પગલાં લેવાશે. કેન્દ્ર સરકારનો ગૃહવિભાગ 6 સપ્તાહમાં નીતિ તૈયાર કરશે .
હેકર્સે ભારતના 13 VVIPsના iphoneમાંથી ચોર્યો પર્સનલ ડેટા

હેકર્સે ભારતના 13 VVIPsના iphoneમાંથી ચોર્યો પર્સનલ ડેટા

ભારતના 13 વીવીઆઈપી લોકોના iphoneમાં છેડછાડ કરી પર્સનલ ડેટા ચોરી કરી લેવામાં આવી. કોમર્શિયલ થ્રેટ ઈન્ટેલિજન્સ ગ્રુપ સિસ્કો ટાલોસે આ વાતનો ખુલાસો કર્યો છે. કંપનીએ જણાવ્યું કે મેલવેયરથી 13 લોકોના ડેટામાં પણ છેડછાડ કરવામાં આવી છે. આ લોકોનો ડેટા છેલ્લા ત્રણ વર્ષથી ચોરી કરવામાં આવી રહ્યો હતો.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more