Short News

જમ્મુમાં આતંકીઓ સામે અથડામણ યથાવત વધુ એક જવાન શહીદ

જમ્મુમાં આતંકીઓ સામે અથડામણ યથાવત વધુ એક જવાન શહીદ

જમ્મુ-કાશ્મીરની બીજા દિવસે પણ સેના અને આતંકીઓની વચ્ચે અથડામણ ચાલુ જ છે. મીડિયા રિપોર્ટ્સના મતે સીઆરપીએફ કેમ્પની નજીક આવેલ બિલ્ડિંગમાં 4 આતંકવાદીઓ હજુ પણ છુપાયેલા છે તેમણે એકવખત ફરીથી કેમ્પ પર હુમલો કરવાની કોશિષ કરી છે. બીજીબાજુ સુંજવાના કેમ્પમાંથી બીજા એક જવાનનો મૃતદેહ મળ્યો છે. આમ સુંજવાન હુમલામાં અત્યારસુધી 6 જવાન શહીદ થઇ ગયા છે.
BSNLની ધાંસુ ઓફર: માત્ર 1 રૂપિયામાં અનલિમિટેડ ડેટા

BSNLની ધાંસુ ઓફર: માત્ર 1 રૂપિયામાં અનલિમિટેડ ડેટા

બીએસએનએલ પોતાના યુઝર્સને એક રૂપિયામાં અનલિમિટેડ ડેટા આપશે. સ્માર્ટફોન અને ટેબલેટ નિર્માતા કંપની ડેટાવિન્ડ સાથે મળીને બીએસએનએલ યુઝર્સને આ ઓફર આપશે. ફેબ્રુઆરી અંત કે માર્ચમાં આ ઓફર ઉપલબ્ધ બનશે. આ સુવિધા માટે ડેટાવિન્ડની પેંટેન્ટ એપ ‘મેરાનેટ'નો ઉપયોગ કરાશે. એપ એન્ડ્રોઈડ-જાવા બેઝ્ડ ફોન પર કામ કરશે.
DSPને કેજો, અડ્ડો બંધ કરવા પપ્પા આવ્યા હતા: અલ્પેશ

DSPને કેજો, અડ્ડો બંધ કરવા પપ્પા આવ્યા હતા: અલ્પેશ

આગામી 21 ફેબ્રુઆરીએ જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી માટેનું મતદાન થવાનું છે. ડીસાના આસેડા ગામે સોમવારે રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે જણાવ્યું, ‘બનાસકાંઠા જિલ્લામાં 15 એપ્રિલથી અંબાજીથી દારૂ બંધ કરાવવાનો છું. ડીએસપીને કહેજો કે પપ્પા આવ્યા હતા અને અડ્ડો બંધ કરવાનું કહ્યું છે નહીંતર, સોટી લાવશે.
સેન્સેક્સ-નિફ્ટીમાં ફ્લેટ કારોબાર

સેન્સેક્સ-નિફ્ટીમાં ફ્લેટ કારોબાર

આજે વૈશ્વિક બજારોમાં નરમચાલને પગલે ભારતીય બજારોમાં સુસ્ત કારોબાર જોવા મળ્યો છે. મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં સામાન્ય દબાણ છે. સેન્સેક્સ 63 અંક વધીને 33838ના સ્તરે અને નિફ્ટી 12 અંક વધીને 10390ના સ્તરે કારોબાર કરી રહ્યા છે. મેટલ શેરોમાં સારી ખરીદારી જોવાને મળી રહી છે.