Short News

બુલેટ ટ્રેન માટે 21 કિલોમીટરનો અંડરસી ટ્રેક બનાવશે જાપાનના ઇજનેરો

બુલેટ ટ્રેન માટે 21 કિલોમીટરનો અંડરસી ટ્રેક બનાવશે જાપાનના ઇજનેરો

ભારત અને જાપાનના સહયોગથી તૈયાર થનારા અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું મુંબઇથી અમદાવાદ વચ્ચે કુલ અંતર આશરે 500 કિલોમીટર હશે. જેમાં ભારતના કોન્ટ્રાક્ટરો દ્વારા 460 કિલોમીટરનું કામ કરવામાં આવશે અને જાપાનની કંપની દ્વારા 21 કિલોમીટરનું કામ દરિયાની અંદર કરાશે. તે માટે 30,000થી 40,000 કર્મચારીઓ રાત-દિવસ કામ કરશે. આ પ્રોજેક્ટથી હજારો લોકોને રોજગારી મળશે.
બ્રિટનના શાહી પરિવારમાં છોટે રાજકુમારની પધરામણી, કેટે આપ્યો દીકરાને જન્મ

બ્રિટનના શાહી પરિવારમાં છોટે રાજકુમારની પધરામણી, કેટે આપ્યો દીકરાને જન્મ

બ્રિટનના રાજપરિવારના મોટા પ્રિન્સ વિલિયમની પત્ની કેટ મિડલટને ત્રીજા સંતાન તરીકે દીકરાને જન્મ આપ્યો છે જે શાહી ગાદીનો પાંચમા ક્રમનો વારસદાર બન્યો છે. કેંસિંગ્ટન પેલેસે એક નિવેદનમાં જણાવ્યું છે કે શિશુનો જન્મ સ્થાનિક સમય પ્રમાણે સવારે 11:01 કલાકે થયો છે. બીબીસીના રિપોર્ટ પ્રમાણે બાળકનો જન્મ સેન્ટ મેરી હોસ્પિટલમાં થયો છે.
Wow : કાશ્મીરમાં હવે ચાલશે આવી ખાસિયતો ધરાવતી કાચની ટ્રેન

Wow : કાશ્મીરમાં હવે ચાલશે આવી ખાસિયતો ધરાવતી કાચની ટ્રેન

કાશ્મીરની ઘાટીઓની આહલાદક સુંદરતા પ્રવાસીઓ માણી શકે તે માટે રેલવે ખાસ પારદર્શક કોચ બનાવ્યા છે. ટ્રેનમાં મુસાફરી કરનારા ફક્ત બંને બાજુ જ નહીં પરંતુ છત પરથી પણ નજારો જોઈ શકશે. રેલવે વિભાગ હવે માત્ર રાજ્ય સરકારની મંજૂરીની રાહ જોવે છે. આ પ્રકારનો કોચ પહેલા જ કાશ્મીર પહોંચાડી દેવાયો છે અને ટ્રાયલ પણ પૂર્ણ કરાઈ છે. સૌથી પહેલા ટ્રેનને બડગામ-શ્રીનગર રૂટ પર ચલાવાશે.
તરબુચ મીઠું હશે કે ફિક્કું? આ રીતે ચકાસો

તરબુચ મીઠું હશે કે ફિક્કું? આ રીતે ચકાસો

ઉનાળો આવે એટલે તરબુચ સાથે લાવે. તરબુચ ખરીદનારાનો સામાન્ય પ્રશ્ન એ જ હોય છે કે તરબૂચ મીઠું હશે કે નહીં? તરબૂચ પર પીળા ડાઘ હોય તો તેનો અર્થ છે કે તેને ખેતરોમાં તડકામાં સારી રીતે પકવવામાં આવ્યું છે. એક સાઇઝના બે તરબૂચમાંથી જે વધારે વજનવાળું હશે તે વધારે રસદાર અને મીઠું હશે. શક્ય હોય ત્યાં સુધી ઓવલ શેપનું તરબૂચ જ ખરીદો. તેમાં મીઠાશ વધારે હોવાની શક્યતા હોય છે.